મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ દ્વારા નિવેદન આપ્યું હતું કે, ભારત વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ જે ટ્વીટ કરી હતી એનો તેમણે પુરો આનંદ માણ્યો છે. વિશ્વ કપની ટીમમાં પસંદગી ન થવાના કારણે રાયડુએ નિરાશ થઈને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.
પ્રસાદે વેસ્ટઈન્ડિઝ માટે ભારતીય ટીમની જાહેરાત બાદ કહ્યું હતું કે, રાયડુ ટીમ સેટઅપમાં ક્યાં ફીટ થાય છે એ જાણવા માટે અનેક પ્રોગ્રામના વિચારવામાં આવ્યા હતા. પસંદગી સમિતી કોઈ એક ખેલાડીની વિરૂદ્ધમાં હોતી નથી.
નાયડુનો સમાવેશ જ્યારે તેના ટી20ના પ્રદર્શનના આધારે વન-ડેમાં કરવામાં આવ્યો હતો ત્યારે પણ અમારી ટીકા કરવામાં આવી હતી. જોકે કોઈ પણ ખેલાડીની પસંદગી યોગ્ય કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે.
વિશ્વકપ-2019માં બે ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા છતાં તક ન મળવા પર અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. રાયડુને વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે રિષભ પંતની પસંદગી કરી હતી.
ટીમ ઈન્ડિયાના અંબાતી રાયડુના સંન્યાસ અંગે ચીફ સિલેક્ટરે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
abpasmita.in
Updated at:
23 Jul 2019 10:09 AM (IST)
નાયડુનો સમાવેશ જ્યારે તેના ટી20ના પ્રદર્શનના આધારે વન-ડેમાં કરવામાં આવ્યો હતો ત્યારે પણ અમારી ટીકા કરવામાં આવી હતી. જોકે કોઈ પણ ખેલાડીની પસંદગી યોગ્ય કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -