મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. જેમાં તેમણે ધોનીને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

પ્રસાદે કહ્યું, ધોની એક લેજન્ડી પ્લેયર છે. તે રિટાયરમેન્ટ અંગે ખુદ ફેંસલો લઈ શકે છે. વર્લ્ડકપ 2019 બાદથી જ ધોનીની નિવૃતિ અંગેની અટકળો થઈ રહી છે. ધોની આ સીરિઝ માટે ઉપલબ્ધન નથી પરંતુ વર્લ્ડકપ સુધી કેટલાક પ્લાન હતા. પંત તેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે અમે તેને વધુને વધુ તક આપવાનું વિચારી રહ્યા છીએ.


એક દિવસ પહેલા બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, ધોનીએ સ્વયં વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું છે. તે આગામી બે મહિના પેરામિલિટ્રી રેજિમેન્ટ સાથે સમય વીતાવશે.

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો ક્યા યુવા ખેલાડીઓને મળી તક?