ચેન્નઈ: ચંદ્રયાન-2ની લૉન્ચિંગ ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. કાલે  બપોરે 2 વાગ્યે 43 મિનીટ પર લોન્ચ કરવામાં આવશે. તેના 18 કલાક પહેલા એટલે કે આજે સાંજે 6 વાગ્યાને 43 મિનીટ પર કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રોકેટ અને અંથરિક્ષ યાન પ્રણાલીની તપાસ કરવામાં આવશે અને રોકેટ એન્જીનને શક્તિ પ્રદાન કરવા માટે ઈંધણ ભરવામાં આવશે.

આ પહેલા ચંદ્રયાન-2 જીએસએલવી-એમકે-3 રોકેટ 15 જૂલાઈના બે વાગ્યે 5 મિનીટ પર ઉડાન ભરવાનું હતું, પરંતુ ટેકનિખળ ખરાબીના કારણે રોકેટ પ્રસ્થાન કરવાના એક કલાક પહેલા ઉડાન સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં ઈસરોએ પોતાના 44 મીટર લાંબા જિયોસિનક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3ની ગરબડ દૂર કરી હતી.


ચંદ્રયાન-2 ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેટર, લેન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધુવ પર લેન્ડરને ઉતારશે. પ્રથમ ચંદ્ર મિશનની સફળતાના 11 વર્ષ બાદ ઇસરો જીએસએલવી-એમકે 3થી 978 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચંદ્રયાન-2નુ લોન્ચિંગ કરશે.

ઈસરોના એસોસિએટ ડાયરેક્ટર(પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલા જ લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. આ કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. તેને ચંદ્ર પર જતા 54 દિવસ લાગશે. સ્વદેશી ટેકનિકથી નિર્મિત ચંદ્રયાન-2માં કુલ 13 પેલોડ છે. આઠ ઓર્બિટરમાં, ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવરમાં છે. પાંચ પેલોડ ભારતના, ત્રણ યુરોપના  અને બે અમેરિકા અને એક બુલ્ગારિયાનું છે.