MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 214 રનનો લક્ષ્યાંક, રિષભ પંતના આક્રમક 78 રન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Mar 2019 08:20 PM (IST)
મુંબઈ: દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 214 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રીષભ પંતે આક્રમક બેટિંગ કરતા 7 ફોર અને 7 સિક્સર ફટકારી 27 બોલમાં અણનમ 78 રન બનાવ્યા હતા. ઇનગ્રામ 32 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 47 રન બનાવ્યા હતા. ઇનગ્રામ અને ધવન વચ્ચે 83 રનની ભાગીદારી નોંધાઈ હતી. પંતે આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. મુંબઈ તરફથી મેક્લાનઘાને 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, કોલિન ઇનગ્રામ, પૌલ, અક્ષર પટેલ, તેવાટિયા, કાગિસો રબાડા, ટ્રેન્ટ બાઉલ્ટ, ઇશાંત શર્મા. મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ડી કોક, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, બેન કટિંગ, મેક્લાનઘાન, રશીખ સલામ, જસપ્રીત બુમરાહ.