હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 181 રન બનાવ્યા હતા. વોર્નરે આક્રમક બેટિંગ કરતા 85 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી રસેલે 2 વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ મેચમાં હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન રમી રહ્યો નથી. તેના સ્થાને ફાસ્ટ બોલર ભુવનેશ્વરને કેપ્ટનશિપ સંભાળી હતી.
ડેવિડ વોર્નર પ્રતિબંધ પછી પ્રથમ વખત આઈપીએલમાં વાપસી કરી રહ્યો છે. જેથી તેના ઉપર બધાની નજર રહેશે.