નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડ઼ીઝ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ બીજી વખત પિતા બન્યો છે. પોલાર્ડની પત્ની જેનાએ દીકરાને જન્મ આપ્યો છે. પોલાર્ડે ખુદ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને આ વાતની જાણકારી આપી છે.


કેરોન પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે દીકરાને ખોળામાં લઈને બેઠો છે. પોલાર્ડે આ તસવીર સાથે લખ્યું, ‘વધુ એક રાજકુમાર માટે આભાર જેના’

પોલાર્ડ પિતા બનવા પર વિશ્વભરમાં તમને શુભેચ્છાના મેસેજ મળી રહ્યા છે. પોલાર્ડે પિતા બનવા પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ અભિનંદન પાઠવ્યા છે.


પંડ્યાએ પોલાર્ડની તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું, ‘ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, જેના અને નવા બાળકને મારી શુભકામનાઓ.’ હાર્દિકના મોટા ભાઈ કૃણાલે પણ પોલાર્ડને અભિનંદન પાઠવ્યા છે. ઉપરાંત ચાર વખત આઈપીએલ ચેમ્પિયન ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સે પણ પોલાર્ડને પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે.