અંગ્રેજી અખબાર ડીએનએને વૈદેહી અંકોલેકરે કહ્યું હતું કે અમને ઘણા અભિનંદનના મેસેજ મળી રહ્યા છે. જેમાં સંબંધીઓ અને બેસ્ટનો સ્ટાફ પણ સામેલ હતો. મારા પતિ વિનોદ બેસ્ટમાં કંડક્ટર હતા. પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના મોતે અમને નિસહાય કરી દીધા હતા. આવા સમયે શરુઆતમાં મેં મિત્રની મદદથી ટ્યૂશન આપવાનું શરુ કર્યું હતું. પછી મને મારા પતિની નોકરી મળી ગઈ હતી.
વૈદેહીની ડ્યૂટી મારોલ બસ ડેપો ઉપર છે અને તે બસ નંબર 186 (અગરકર ચોકથી વિહાર લેક) અને 340 (ઘાટકોપર સ્ટેસનથી અગરકર ચોક)માં કાર્યરત છે. અથર્વએ જણાવ્યું હતું કે પોતાના પિતાને ઘણા યાદ કરે છે. જ્યારે હું નાનો હતો ત્યારે તે મારા બેડ પાસે ક્રિકેટનું બેટ રાખી દેતા હતા. જ્યારે હું સારું રમું તો તે મને ક્રિકેટનો ઘણો સમાન ગિફ્ટમાં લાવીને આપતા હતા. તે બધું યાદ આવે છે. હું સખત મહેનત કરીને ટીમ ઇન્ડિયા માટે રમવા માંગું છું. 9 વર્ષ પહેલા અથર્વએ એક પ્રેક્ટિસ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. આ કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. સચિને તેને ઓટોગ્રાફ વાળા ગ્લવ્ઝ ભેટમાં આપ્યા હતા.