ધોની, ગિલક્રિસ્ટ ન કરી શક્યા તે બાંગ્લાદેશના વિકેટકિપરે કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
રહિમ બાંગ્લાદેશ તરફથી ટેસ્ટમાં બે વખત બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત તેણે બાંગ્લાદેશ તરફથી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર પણ નોંધાવ્યો છે. તે બાંગ્લાદેશ તરફથી પ્રથમ બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન પણ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુશ્ફિકુરની 219 રનની ઈનિંગ કોઈપમ બાંગ્લાદેશીનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર છે. તેની 421 બોલની ઈનિંગ મિનિટોના હિસાબે પણ બાંગ્લાદેશની સૌથી લાંબી ઈનિંગ છે.
રહિમે બેવડી સદી ફટકારવાની સાથે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. ક્રિકેટ વિશ્વના દિગ્ગજ વિકેટકિપર ગણાતાં ધોની, ગિલક્રિસ્ટ, એન્ડી ફ્લાવર અને કુમાર સંગાકારા પણ ટેસ્ટમાં આવું કારનામું કરી શક્યા નથી.
ઢાકાઃ ઝિમ્બાબ્વે સામે ઢાકામાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં શાનદાર દેખાવ કરતાં પ્રથમ ઈનિંગ 7 વિકેટના નુકસાન પર 522 રન બનાવી ડિકલેર કરી હતી. બાંગ્લાદેશ વતી વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમે અણનમ 219 રન બનાવ્યા હતા. જ્યારે મોમિનુલ હકે પણ 161 રનની ઈનિંગ રમી હતી.
રહિમ ટેસ્ટમાં બે વખત બેવડી સદી ફટકારનારો પ્રથમ વિકેટકિપર બેટ્સમેન બની ગયો છે. જ્યારે બાકીના વિકેટકિપર માત્ર એક વખત જ બેવડી સદી ફટકારી શક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -