નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, તમે મને પૂરી કરો છો @હાર્દિક પંડ્યા. આ કેપ્શનમાં તેણે હાર્ટની ઇમોજી પણ લગાવી છે.
થોડા દિવસો પહેલા હાર્દિકે નતાશા સાથે પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરમાં સોફા પર બેઠેલા હાર્દિકના ખોળામાં નતાશા માથું રાખીને આરામ કરી રહી હતી. આ ઉપરાંત પંડ્યાના પેટ ડૉગ્સ પણ સાથે હતા.
લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે તે બાપ બનવાનો છે. હાર્દિકે નતાશા ગર્ભવતી જાહેરાત કરી હતી. બંનેએ તેમના બાળકના સ્વાગતની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હાર્દિક અને નતાશાએ કહ્યું હતું કે, અમે બાળકને લઈ ઉત્સાહિત છીએ.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચાલુ વર્ષની 1 જાન્યુઆરીએ નતાશા સાથે સગાઈની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.