National Sports Day 2021: 29 ઓગસ્ટને આખો દેશ હૉકી ઇતિહાસની સૌથી બેસટ ખેલાડી મેજર ધ્યાનચંદને યાદ કરી રહ્યો છે. આજે મેજર ધ્યાનચંદનો 119મો જન્મદિવસ મનાવવામં આવી રહ્યો છે. મેજર ધ્યાનચંદના જન્મદિવસને ભારતમાં નેશનલ સ્પૉર્ટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનુ સૌથી બેસ્ટ પરફોર્મન્સ કરતા સાત મેડલ પોતાના નામે કર્યા છે, અને એટલે આ દિવસની મહત્વતા વધુ વધી જાય છે. 


મેજર ધ્યાનચંદથી બેસ્ટ હૉકી ખેલાડી આજ સુધી દુનિયામાં નથી થયો. મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905માં થયો હતો, મેજર ધ્યાનચંદે ભારત માટે 1926 થી લઇને 1949 સુધી હૉકી રમી. પોતાની કેરિયર દરમિયાન મેજર ધ્યાનચંદ ભારતને 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક ગૉલ્ડ મેડલ અપાવવામાં સફળ રહ્યાં. 


મેજર ધ્યાનચંદને હૉકીનો જાદુગર કહેવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે મેજર ધ્યાનચંદની હૉકમાંથી બૉલને છીનવવો અસંભવ હતો, અલ્હાબાદમાં જન્મેલા ધ્યાનચંદની ચર્ચા વિદેશોમાં થયા કરતી હતી, મેજર ધ્યાનચંદની રમતને જોઇને વિદેશી કહ્યાં કરતા હતા કે તેની હૉકીમાં બૉલ ચોંટી જ જતો હતો. 


 




ભારતીય હૉકીને મળી ઓળખ-
ભારતના ગૃહ મંત્રી અમિત શાહએ મેજર ધ્યાનચંદને તેમના યોગદાન માટે યાદ કર્યા છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું- મેજર ધ્યાનચંદે પોતાના યોગદાનથી ભારતીય હૉકીને નવી ઓળખ અપાવી. વિના કોઇ સાધનો વડે મેજર ધ્યાનચંદે આખા દેશને ગર્વ કરાવવાનો મોકો આપ્યો અને તે હંમેશા આપણને પ્રેરણા આપતા રહેશે.


પીએમ મોદીએ તાજેતરમાં જ રાજીવ ગાંધી ખેલ રત્ન મેજર ધ્યાનચંદની યાદમાં બદલવાનો નિર્ણય લીધો. પીએમ મોદીએ કહ્યું- દેશવાસીઓની ઇચ્છાનુ સન્માન કરતા હવે ખેલ રત્ન એવોર્ડને હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડના નામથી ઓળવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, એકવાર ફરીથી હૉકીમાં ભારતના સારા દિવસોની શરૂઆત થવાના સંકેત મળ્યા છે. 1980 બાદ ભારતીય હૉકી ટીમે પહેલીવાર ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતીને પરત ફરી છે.