નવી દિલ્હીઃ ઇન્ડિયા વિરૂદ્ધ 21 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ ટેસ્ટ મેચ પહેલા મેજબાન ન્યૂઝીલેન્ડને મોટો ઝાટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ ટીમ ભારત વિરૂદ્ધ શુક્રવારે શરૂ થઈ રહેલ પ્રથમ ટેસ્ટ માટે મેટ નેહરીને નીલ વેગ્નરને કવર તરીકે ન્યૂઝીલેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બન્ને ટીમોની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બેસિન રિઝર્વ મેદાન પર રમાશે.


વેગ્નરને પોતાના પ્રથમ  બાળકના જન્મની રાહ જોઈ રહ્યો છે અને આ જ કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘મેટ હેનરીને નીલ વેગ્નરના કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વેગ્નરને પોતના પ્રથમ બાળનકા જન્મની રાહ જોઈ રહ્યો છે. હેનરી સાંજ સુધી વેલિંગ્ટન પહોંચશે.’

પોતાના દેશ માટે 13 ટેસ્ટ મેચ રમી ચૂકેલ હેનરીને 13 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને ટીમમાં તક મળી હતી. જો વેગ્નર પ્રથમ ટેસ્ટ મેચમાં ન રમે તો જેમિસનને ટેસ્ટ ડેબ્યૂની તક મળી શકે છે. હેનરીએ પોતાના અંતિમ ટેસ્ટ મેચ નવા વર્ષમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમાઈ હતી.