નવી દિલ્હીઃ એક્ટ્રેસ કિયારા આડવાણીનો બોલ્ડ અંદાજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ કિયારા આડવાણીએ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની માટે એક બોલ્ડ શૂટ કર્યું જેમાં તે ટોપલેસ જોવા મળી હી છે. કિયારાનો આ બોલ્ડ લુક જ્યાં કેટલાક ફેન્સને પસંદ પડી રહ્યો છે તો કેટલાકને તે પસંદ ન પડ્યો.

કિયારાની આ તસવીરમાં ટોપલેસ જોવા મળી રહી છે અને તે એક મોટા પાંદડાની પાછળ છુપાયેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં કિયારા સુંદર લાગી રહી છે. હવે પોતાની આ સુંદર તસવીરને કારણે કિયારા આડવાણીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની આ તસવીરને લઈને અનેક મીમ્સ હાલમાં વાયરલ થયા છે.

જ્યાં એક તસવીરમાં તેની તસવીરને એડિટ કરીને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સાડી પહેરાવી દીધી છે. જ્યારે એક તસવીરમાં કિયારાની સથે શાહિદ કપૂરની તસવીર જોડવામાં આવી છે. એક તસવીરમાં કબીર સિંહ અને પ્રીતિની ભૂમિકાની વાતચીત બતાવવામાં આવી છે.




કિયારા આડવાણીની આ તસવીરને લઈને ફેન્સ સતત પોતાની ક્રિએટિવીટી બતાવી રહ્યા છે. અનેક તસવીરમાં સાઉથના એક્ટર્સને તેની સાથે જોડવામાં આવ્યા છે.




તમને જણાવીએ કે, કિયારા આડવાણીએ કબીર સિંહથી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. ત્યાર બાદ તે ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી. હવે કિયારા નેટફ્લિક્સની વેબ ફિલ્મ ‘ગિલ્ટી’માં જોવા મળવાની છે. ઉપરાંત તેની પાસે ‘ઇંદી કી જવાની’, ‘ભૂલ ભૂલૈયા 2’ જેવી અનેક મોટી ફિલ્મો છે.