નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચ પહેલા પ્રેક્ટિસ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે એક દુઃખદ ઘટના ઘટી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન એક ભારતીય મૂળનો બૉલર વોર્નરના શૉટથી ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદ તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવા પડ્યો હતો.

જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે તેને એક ઘાતક-વિસ્ફોટક બેટ્સમેન શૉટ ફટકાર્યો, જે સીધો બૉલિંગ કરી રહેલા ભારતીય મૂળના બૉલર જય કિશનના માથાના ભાગમાં જઇને વાગ્યો અને તે નીચે પડી ગયો હતો.



ત્યારબાદ બૉલર જય કિશનને સ્ટ્રેચર પર મુકીને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો. આઇસીસીના પ્રબંધક માઇકલ ગિબ્સને જણાવ્યું કે, જય કિશનને 24 કલાક સુધી ડૉક્ટરોની નજરમાં હૉસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.