નવી દિલ્હીઃન્યૂઝિલેન્ડે શનિવારે વર્લ્ડકપ 2019માં અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડની આ સતત ત્રીજી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડે 32.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 173 રન બનાવી જીત મેળવી લીધી હતી. આ સાથે ન્યૂઝિલેન્ડની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.

172 રનનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ બોલ પર માર્ટિન ગુપ્ટિલ આઉટ થઇ ગઇ હતી. તે શૂન્યમાં આઉટ થયો હતો. બાદમાં કોલિન મુનરો 22 અને કેપ્ટન વિલિયમ્સને અણનમ 79 રન ફટકાર્યા હતા. મુનરો અને વિલિયમ્સને બીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. તે સિવાય રોસ ટેલરે 48 રન ફટકાર્યા હતા.  અફઘાનિસ્તાન તરફથી અફતાબે ત્રણ વિકેટ ઝડપી હતી.

આ અગાઉ અફઘાનિસ્તાન 172માં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી નીશામે 10 ઓવરમાં 31 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ફર્ગ્યુસને ચાર વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન તરફથી હઝરાતુલ્લાહે 34,  નૂર અલી જરદાને 31 રન બનાવ્યા હતા. તે સિવાય શાહિદીએ 59 રન બનાવ્યા હતા.