મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરીમાં ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. 9 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે 4 ટેસ્ટ મેચોની સીરિઝ રમાવાની છે. આ પ્રવાસની શરૂઆત પહેલા જ સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે એક રસપ્રદ વીડિયો પોસ્ટ કર્યો છે. ડેવિડ વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 'પઠાણ' બની ગયો છે.






ડેવિડ વોર્નર અવારનવાર તેના ફની વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. હવે તેણે પઠાણના ગીતનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરી રહ્યો છે.


ડેવિડ વોર્નરનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ડેવિડ વોર્નર પોતાના વીડિયોમાં સાઉથ અને બોલિવૂડની ફિલ્મોના લૂકમાં જોવા મળી ચૂક્યો છે. આ જ કારણ છે કે ડેવિડ વોર્નરની ભારતના સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેન ફોલોઈંગ છે.


જો ભારતના પ્રવાસની વાત કરીએ તો દરેકની નજર ડેવિડ વોર્નર પર છે. ડેવિડ વોર્નર પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રમવાને કારણે ઘણો થાકી ગયો છે, જેનો તેણે ઉલ્લેખ કર્યો છે. જોકે તેને આશા છે કે તે ભારતના પ્રવાસ માટે તૈયાર છે.


ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માત્ર ટેસ્ટ સીરીઝ રમવા માટે જ ભારત આવતા નથી, પરંતુ તેમને વનડે સીરીઝ પણ રમવાની છે. આ સાથે આઇપીએલ પણ એપ્રિલ-મેમાં રમાશે, જેથી IPLમાં ભાગ લેનારા ઘણા ખેલાડીઓ અહીં લાંબો સમય રહેશે.


ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2023:


 



  • પ્રથમ ટેસ્ટ - 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી (નાગપુર)

  • બીજી ટેસ્ટ - 17 થી 21 ફેબ્રુઆરી (દિલ્હી)

  • ત્રીજી ટેસ્ટ - 1 થી 5 માર્ચ (ધર્મશાલા)

  • ચોથી ટેસ્ટ - 9 થી 13 માર્ચ (અમદાવાદ)

  • પહેલી વન-ડે - 17 માર્ચ (મુંબઈ)

  • બીજી વન-ડે - માર્ચ 19 (વિશાખાપટ્ટનમ)

  • ત્રીજી વન-ડે - 22 માર્ચ (ચેન્નઈ)


  • ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ


    પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મૉરિસ, ટૉડ મર્ફી, મૈથ્યૂ રેનશૉ, સ્ટીવ સ્મિથ , મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર