નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડને સીરીઝની પાંચમી અને અંતિમ ટી20 મેચમાં સાત રનથી હરાવીને પાંચ મેચની સીરીઝ 5-0થી પોતાના નામે કર્યા. તેની સાથે જ ટીમ ઇન્ડિયા પાંચ મેચની દ્વિપક્ષીય ટી-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.


માઉન્ટ મોનગનુઈમાં રમાયેલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની શાનદાર 60 રનની ઇનિંગના જોરે 163 રન બનાવ્યા,  જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટેલરના હાફ સેન્ચુરી ફટકારવા છતાં ટાર્ગેટ ન મેળવી શકી અને સાત રનથી ટીમની હાર થઈ.



આ મેચમાં કીવી બેટ્સમેને ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર શિવમ દુબેની ખૂબ ધોલાઈ કરી હતી. તેની સાથે જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દુબેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. દુબેએ એક ઓવરમાં 34 રન આપ્યા હતા. આ મામલે તેણે સ્ટુઅર્ટ બિન્નીનો રેકોર્ડ તોડ્યો. બિન્નીએ 2016માં વિન્ડીઝ વિરૂદ્ધ એક ઓવરમાં 32 રન આપ્યા હતા.

આ મેચમાં વિરાટ કોહીલની ગેરહાજરીમાં રોહિત શર્મા કેપ્ટનશિપ કરી રહ્યા હતા. પરંતુ રોહિત પણ રિટાયર્ડ હાર્ટ થઈને મેદાનથી બહાર વયા ગયા હતા. ત્યાર બાદ ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સંભાળી હતી.