ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં 4 રનથી રોમાંચક વિજય, એજાઝ પટેલની 7 વિકેટ
પાકિસ્તાન તરફથી બીજી ઈનિંગમાં અઝહર અલી સંઘર્ષ કરતો નજરે પડ્યો હતો. તેણે 65 રનની ઈનિંગ રમી હતી પરંતુ ટીમને હારથી બચાવી શક્યો નહોતો. એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં પણ બે વિકેટ લીધી હતી.
અબુધાબીઃ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનની 4 રને હાર થઈ હતી. પાકિસ્તાનને ચોથા દિવસે જીતવા માટે 139 રનની જરૂર હતી પરંતુ તમામ બેટ્સમેનો 135 રન જ બનાવી શક્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઈનિંગમાં એજાઝ પટેલે 5 વિકેટ લીધી હતી.
ત્રીજા દિવસના અંતે પાકિસ્તાને વિના વિકેટ 27 રન બનાવ્યા હતા. ચોથા દિવસે મેચ જીતવા 139 રનની જરૂર હતી પરંતુ ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટે 129 રન હતો ત્યારે સરળતાથી મેચ જીતી જશે તેમ લાગતું હતું પરંતુ પટેલની કાતિલ સ્પિન બોલિંગ સામે યજમાન ટીમ 171 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ હતી. પાકિસ્તાને તેની પ્રથમ ઈનિંગમાં 227 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 249 રન પર ઓલઆઉટ થઈ જતાં પાકિસ્તાનને મેચ જીતવા 176 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડની પાકિસ્તાન સામે 4 રનથી જીત ટેસ્ટ ક્રિકેટમાં ઓછા રનથી વિજયની પાંચમી ઘટના છે. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 1 રનથી હાર આપી હતી. તે પછી ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 2 રને હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 3 રને અને ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 રને હાર આપી હતી. જે ટેસ્ટ ક્રિકેટની ઓછા રનથી જીત છે.