ન્યૂઝિલેન્ડની મહિલા ટીમે ત્રીજી T20માં ભારતીય મહિલા ટીમને 2 રનથી હાર આપી કર્યો વ્હાઇટ વોશ, જાણો વિગત
ભારતે આ મેચમાં અનુભવી બેટ્સમેન મિતાલી રાજને ટીમમાં સામેલ કરી હતી. નવેમ્બર 2018 બાદ તે પ્રથમ વખત ટી20 ઇન્ટરનેશનલ રમી હતી. મિતાલી 20 બોલમાં 24 રન બનાવી નોટ આઉટ રહી હતી. આ પહેલાની બંને મેચમાં ભારતે મિતાલીનો ટીમમાં સમાવેશ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગયું હતું અને અંતિમ મેચમાં પણ હાર થતાં વ્હાઇટ વોશનો સામનો કરવો પડ્યો હતો.
હેમિલ્ટનઃ ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ 86 રનની ઇનિંગ રમી હોવા છતાં ન્યૂઝિલેન્ડ મહિલા ટીમ સામે રમાયેલી ત્રીજી ટી20માં ભારતે 2 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હેમિલ્ટનમાં ન્યૂઝિલેન્ડની મહિલા ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટ પર 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. તેની સાથે જ ભારતીય મહિલા ટીમનો સીરિઝમાં 3-0થી વ્હાઇટ વોશ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -