વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (World Boxing Championship) માંથી ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય મહિલા બોક્સર નિકહત ઝરીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા છે. બુધવારે ઇસ્તંબુલમાં રમાયેલી સેમિફાઇનલમાં નિકહતે બ્રાઝિલની કૈરોલિન ડી અલ્મીડાને હરાવી હતી.
ભૂતપૂર્વ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીને મેચમાં શાનદાર રમત બતાવી હતી અને મેચ 5-0થી જીતી લીધી હતી. 52 કિગ્રા. કેટેગરીમાં રમતી નિકહત ઝરીન પાસે હવે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતીને ભારતને ગૌરવ અપાવવાની તક છે.
બોક્સિંગ ખેલાડી એમસી. મૈરીકૉમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. તેમના સિવાય સરિતા દેવી, જેની આર.એલ. અને લેખાના નામે આ ટાઇટલ જીત્યું છે. હવે નિકહત ઝરીન પાસે આ યાદીમાં પોતાનું નામ સામેલ કરવાની તક છે.
જો આ ટુર્નામેન્ટની વાત કરીએ તો વર્ષ 2006માં ભારતે તેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાએ વિવિધ કેટેગરીમાં ચાર ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ જીત્યા હતા. જો અન્ય મેચોની વાત કરીએ તો ભારતની મનીષા મૌને 57 કિ.ગ્રા. કેટેગરીમાં પોતાની સેમીફાઈનલ મેચ હારી ગઈ છે. જ્યારે પ્રવીણ હુડ્ડાએ પણ 63 કિ.ગ્રા કેટેગરીમાં તેણીની મેચ હારી ગઈ હતી.
LIC Listing Update: LIC નું નબળું લિસ્ટિંગ કેમ થયું? સરકારે આપ્યું આ કારણ.....