Gujarat Agriculture News: ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી અસર ખેતીવાડી પર જોવા મળી રહી છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક વાવાઝોડું કે દુકાળના કારણે ખેડૂતોએ રડવાનો વારો આવે છે.  ગુજરાતમાં જ્યારે પણ  કુદરતી આફત આવી છે રાજ્ય સરકાર ખેડૂતની પડખે ઊભી રહી છે. છેલ્લા સાત વર્ષમાં કુદરતી આફતોના સમયે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 10283.39 કરોડની સહાય ચુકવામાં આવી છે.


છેલ્લા સાત વર્ષમાં કેટલી આપી સહાય



  • વર્ષ 2015-16માં ભારે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે 1.84 લાખ ખેડૂતોને રૂપિયા 279 કરોડની સહાય આપી.

  • વર્ષ 2017માં 15 જિલ્લામાં અતિવૃષ્ટિના નુકસાન સામે 7.70 લાખ ખેડૂતોને રૂપિયા 1707 કરોડની સહાય આપી.

  • વર્ષ 2018-19માં અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના નુકસાન સામે 17.60 લાખ ખેડૂતોને રૂપિયા 1687 કરોડ સહાય આપી.

  • વર્ષ 2019માં એપ્રિલ, ઓક્ટોબર અને નવેમ્બરમાં કમોસમી વરસાદના નુકસાન સામે 33.18 લાખ ખેડૂતોને રૂપિયા 2490 કરોડની સહાય આપી.

  • વર્ષ 2019માં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડથી થયેલા નુકસાન સામે 9846 ખેડૂતોને રૂપિયા 20.38 કરોડની સહાય આપી.

  • વર્ષ 2020માં કૃષિ રાહત પેકેજ અંતર્ગત રૂપિયા 2906 કરોડની સહાય આપી.

  • વર્ષ 2021માં તાઉતે વાવાઝોડાના નુકસાન સામે 1.70 લાખ ખેડૂતોને રૂપિયા 404.88 કરોડની સહાય આપી.

  • વર્ષ 2021માં સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદના નુકસાન સામે 5.91 લાખ ખેડૂતોને રૂપિયા 818.92 કરોડની સહાય આપી.




આ પણ વાંચોઃ


TVS iQube 2022 E-Scooter Launch: TVS એ લોન્ચ કર્યુ ઈલેક્ટ્રિક સ્કૂટર, મળશે 140 કિમીની રેંજ, જાણો કેવા છે ફીચર્સ


Cannes Film Festival 2022 :  ‘મારી ઘુમર છે નખરાળી’ પર દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા નાચ્યા, જુઓ વીડિયો


Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું


Tomato Price Increased: લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં આવ્યો ઉછાળો, 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થયો ભાવ 


IPL 2022: ‘હીરોમાંથી ઝીરો’ કેવી રીતે બની ગઈ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ? જાણો ત્રણ મોટા કારણ