ચેન્નઈઃ વેસ્ટ ઇન્ડિઝે શિમરોન હેટમાયર અને શાઈ હોપની સદી વડે પ્રથમ વનડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે વિન્ડીઝે ત્રણ વનડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ  50 ઓવરમાં 8 વિકેટે 287 રન કર્યા છે. રિષભ પંત અને શ્રેયસ ઐયરે અનુક્રમે 71 રન અને ઐયર 70 રનની ઈનિંગ રમી હતી.



મેચ બાદ પંતે કહ્યું, સ્વાભાવિક રમત જેવું કંઈ હોતું નથી. અમારે સ્થિતિ પ્રમાણે રમવાનું હોય છે. જો તમે પરિસ્થિતિ મુજબ રમોતો સારું કરી શકો છો. મારું ધ્યાન એક ખેલાડી તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું અને રમતમાં સુધારો કરવા પર છે. તમારી જાતમાં વિશ્વાસ રાખવાનો હોય છે. હું શું કરી શકું છું તેના પર જધ્યાન આપું છું.



પંતે કહ્યું,, જ્યારે તમને દર્શકોનું સમર્થન મળે છે ત્યારે ઘણું મહત્વપૂર્ણ હોય છે. કારણકે અંગત રીતે હું મોટો સ્કોર કરવાનું વિચારી રહ્યો હતો પરંતુ નહોતો કરી શકતો. હું તે મુકામ સુધી પહોંચી ગયો છું તેમ નથી કહી રહ્યો પરંતુ હું કોશિશ જરૂર કરી રહ્યો છું. એક ટીમની દ્રષ્ટીએ જીત માટે હું જે કરી શકુ છું તે કરીશ. ભારત માટે હું રમુ છું તો આ ઈનિંગ ઘણી મહત્વની છે. એક યુવા તરીકે હું શીખવા અને સુધારો કરવા ઈચ્છુ છું.

24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી બોલિવૂડની આ એક્ટ્રેસ, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે વિરાટ કોહલીઃ બ્રાયન લારા