ક્રિકેટ બાદ હવે આ રમતમાં હાજ અજમાવી રહ્યો છે સચિન, સફળતા મળી તો જમીન પર જ સુઈ ગયો
abpasmita.in | 25 Jun 2019 08:14 PM (IST)
ક્રિકેટના મેદાન પર બે દાયકા વીતાવ્યા બાદ સચિન ગોલ્ફના મેદાનમાં હાથ અજમાવતો જોવા મળ્યો હતો. ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં તે ગોલ્ફ રમતો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હાલ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડકપમાં કોમેન્ટ્રી કરતો નજરે પડે છે. આ દરમિયાન તેણે ક્રિકેટ ઉપરાંત અન્ય એક રમતમાં પણ હાથ અજમાવ્યો હતો. ક્રિકેટના મેદાન પર બે દાયકા વીતાવ્યા બાદ સચિન ગોલ્ફના મેદાનમાં હાથ અજમાવતો જોવા મળ્યો હતો. ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં તે ગોલ્ફ રમતો જોવા મળ્યો હતો. વીડિયોની સાથે તેણે લખ્યું છે કે ગોલ્ફની મજા માણી. વીડિયોમાં સચિન હાથમાં ગોલ્ફ સ્ટિક લઇને રમતો નજરે પડે છે. બોલ પર સ્ટિકથી નિશાન સાધ્યા બાદ તે શોટ ફટકારીને બોલને હોલમાં નાંખે છે. જે બાદ તે ખુશ થઈ જાય છે અને જમીન પર સુઈ જાય છે. સચિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોદીએ ગુજરાતના CM તરીકેના કયા દિવસોને યાદ કર્યા ? સરદાર સરોવર ડેમને લઈ શું કહ્યું ? જાણો વિગત સુરતમાં તંત્રની ઘોર બેદરકારીઃ સ્કૂલ નીચે આવેલી ફેક્ટરીમાં લાગી આગ, 150 બાળકોનું રેસ્ક્યુ કરાયું