રિપોર્ટ અનુસાર બાબર આઝમની આંગળમીમાં ફેક્ચર થવાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન બાબર આઝમની આંગળીમાં ફેક્ચર થઈ ગયું હતું. હવે બાબર આઝમ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમશે કે નહીં તે અંગે બોર્ડે કોઈ નિવેદન આપ્યું નથી.
આ સિવાય ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હકને પણ ઈજા થતા તે પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ ગયો છે. હવે તે રમશે કે નહીં તેના પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. એવામાં પાકિસ્તાનની ટીમની મુશ્કેલી વધી શકે છે.
હવે બાબર આઝમની જગ્યાએ શાદાબ ખાન ટી20 સીરિઝમાં પાકિસ્તાનની ટીમનું નેતૃત્વ કરશે. શાદાબને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ઉપકેપ્ટન બનાવાયો હતો.