જાણીતા સ્વીમર માઇકલ ફેલ્પ્સે ક્રિકેટમાં અજમાવ્યો હાથ, પંત પાસેથી લીધી ટિપ્સ, જાણો વિગત
abpasmita.in | 28 Mar 2019 11:00 AM (IST)
નવી દિલ્હીઃ અમેરિકાનો 33 વર્ષીય ઓલિમ્પિયન માઇકલ ફેલ્પ્સ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યો છે. તેણે મંગળવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સનો મુકાબલો નીહાળ્યો હતો. જે બાદ તેણે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત પાસેથી ક્રિકેટની માહિતી મેળવ્યા બાદ બેટ પર હાથ અજમાવ્યો હતો. ફેલ્પ્સે 28 મેડલ જીત્યા છે. જેમાં 23 ગોલ્ડનો પણ સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સના રિષભ પંતે ફેલ્પ્સને જેન્ટલમેન રમતની માહિતી આપી હતી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ફેલ્પ્સે ક્યારેય ક્રિકેટ મેચ નહોતી જોઈ અને આ તેના માટે ભારતની સૌથી લોકપ્રિય રમત જોવાનો અવસર હતો. તે દિલ્હી કેપિટલ્સના મહેમાન તરીકે આવ્યો હતો. માઇકલે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ સાથે મુલાકાત કર્યા બાદ ગ્રુપ તસવીર પણ પડાવી હતી.