નવી દિલ્હીઃ આંદ્રે રસેલ જેવા બેટ્સમેનને જીવનદાન આપવું કેટલું ભારે પડી શકે છે તે કિંગ્સ ઇલેવન પંજાબને હાર બાદ સમજાઈ ગયું છે. તે નોબોલ પર બોલ્ડ થયો અને તે પછી જે કર્યું તેની કોઇને કલ્પના પણ નહીં હોય. રસેલની ઇનિંગની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા.


મોહમ્મદ શમીએ 17મી ઓવરના છેલ્લા બોલ પર આંદ્રે રસેલને બોલ્ડ કર્યો હતો. જેના કારણે પંજાબની ટીમાં ખુશી છવાઇ ગઈ હતી. તે સમયે રસેલ 3 રન પર હતો. પરંતુ પંજાબની ખુશી વધારે સમય ન ટકી અને એમ્પાયરે નો-બોલ આપ્યો. આ નો બોલમાં બોલરની કોઇ ભૂલ નહોતી કે ન તો બોલની હાઇટ મર્યાદાથી વધારે નહોતી. પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને 30 યાર્ડની અંદર જરૂરી ચાર ફિલ્ડર રાખ્યા નહોતા. જે બોલ પર શમીએ રસેલને બોલ્ડ કર્યો તે વખતે 30 યાર્ડની અંદર માત્ર ત્રણ ફિલ્ડર જ હતા અને નિયમના હિસાબે નો-બોલ હતો.

રસેલે આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 17 બોલમાં 48 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત બોલિંગમાંપણ તેણે 3 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ ખેરવી હતી. રસેલના શાનદાર પ્રદર્શનના કારણે કેકેઆરે સતત બીજી મેચમાં જીત મેળવી હતી.