Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમનો  આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ હતી.  ક્વાર્ટર ફાઈનલ પહેલા હરમનપ્રીત સિંહની ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. આ સાથે ભારત ક્વાર્ટર ફાઈનલ પહેલા જીતના ટ્રેક પર પરત ફર્યું છે. રસપ્રદ વાત એ છે કે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું છે. આ પહેલા 1972માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.






શુક્રવારે રમાયેલી મેચમાં અભિષેકે પ્રથમ ક્વાર્ટરની 12મી મિનિટે ગોલ કર્યો અને ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી. હરમનપ્રીત સિંહે 13મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યો હતો. આ સાથે ભારત 2-0થી આગળ થયું. ઓસ્ટ્રેલિયાનું ખાતું બીજા ક્વાર્ટરમાં ખુલ્યું. ક્રેગ થોમસે 25મી મિનિટે ગોલ કર્યો અને ટીમનો સ્કોર 2-1 થઈ ગયો. 26મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જેને હરમનપ્રીત સિંહે બચાવી લીધો. હાફ ટાઇમ સુધી ભારત 2-1થી આગળ હતું. ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે 32મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. આ સાથે ભારત 3-1થી આગળ થયું. ત્રણ ક્વાર્ટર બાદ ભારતે ઓસ્ટ્રેલિયા પર 3-1થી લીડ મેળવી હતી. ચોથા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયા માટે બ્લેક ગોવર્સે 55મી મિનિટે ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 3-2ની લીડ અપાવી હતી. આ સાથે ભારતે જીત નોંધાવી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.


ગુરુવારે, બેલ્જિયમે પૂલ બીની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમને 2-1થી હરાવીને પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અજેય અભિયાનનો અંત લાવ્યો હતો. અભિષેકે બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી, પરંતુ બેલ્જિયમ માટે થિબ્યુ સ્ટોકબ્રોક્સ અને જોન ડ્યુશમેને ત્રીજા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી જે અંત સુધી અકબંધ રહી હતી. ભારતીય ટીમ બેલ્જિયમ સામેની મેચ પહેલા એકપણ મેચ હારી નથી. ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. જોકે, બેલ્જિયમ સામે પ્રારંભિક લીડ લેવા છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમ જોકે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.