Paris Olympics 2024 Hockey India Schedule: પેરિસ ઓલિમ્પિક્સ 2024 હવે ખૂબ નજીક છે. રમતગમતના આ મહાકુંભમાં હવે 12 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ રમતોના એથ્લેટ્સ તેમની તાકાત બતાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતે પેરિસ ઓલિમ્પિક માટે 113 ખેલાડીઓની મોટી ટુકડી મોકલી છે. આમાંથી કેટલાક ખેલાડીઓ રેન્કિંગના આધારે ક્વૉલિફાય થયા જ્યારે કેટલાકને ક્વૉટા મળ્યો છે.


ભારતને હૉકી ટીમ તરફથી પણ મેડલ મળવાની આશા છે. ભારતીય પુરુષ હોકી ટીમ એશિયન ચેમ્પિયન તરીકે ઓલિમ્પિક માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે, જેમાં તેનો મુકાબલો બેલ્જિયમ, આયરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ન્યૂઝીલેન્ડ સામે થશે.


ક્યારે ને કેયાં રમાશે ભારતીય હૉકીની મેચો ? 
ભારતનું અભિયાન 27મી જુલાઈથી શરૂ થશે. ભારતનું હૉકી શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટીમ તેના ગ્રુપમાં અન્ય પાંચ ટીમો સામે રમશે. ટોચની આઠ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ક્વાર્ટર ફાઈનલ 4 ઓગસ્ટથી શરૂ થશે. સેમિફાઇનલ 6ઠ્ઠી ઓગસ્ટે અને મેડલ મેચ 8મી ઓગસ્ટે રમાશે. તમામ મેચો યવેસ-ડુ-મનોઇર સ્ટેડિયમમાં યોજાશે.


ભારતીય હૉકી ટીમનું પુરેપુરુ શિડ્યૂલ 


તારીખ : 27 જુલાઇ 
મેચ : ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ 
સમય (IST): રાત્રે 9:00 વાગે


તારીખ : 29 જુલાઇ 
મેચ : ભારત વિરૂદ્ધ આર્જેન્ટિના 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ 
સમય (IST): સાંજે 04:15 વાગે


તારીખ : 30 જુલાઇ
મેચ : આયરલેન્ડ વિરૂદ્ધ ભારત 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ 
સમય (IST): સાંજે 04:45 વાગે 


તારીખ: 1 ઓગસ્ટ
મેચ : ભારત વિરૂદ્ધ બેલ્ઝિયમ 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ
સમય (IST): બપોર 01:30 વાગે


તારીખ : 2 ઓગસ્ટ
મેચ : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ
સમય (IST): સાંજે 04:45 વાગે


પેરિસ 2024 ઓલિમ્પિક માટે ભારતીય પુરુષ હૉકી ટીમ 
26 જૂન 2024 ના રોજ, પેરિસ ઓલિમ્પિક માટે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં 16 નિયમિત ખેલાડીઓ અને 3 વૈકલ્પિક ખેલાડીઓનો સમાવેશ થાય છે.


ભારતીય હૉકી ટીમની ઓલિમ્પિકમાં રહી છે ગૉલ્ડન હિસ્ટ્રી 
હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમ દેશ માટે મેડલ જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ઓલિમ્પિકમાં હોકી સૌથી સફળ રમત તરીકે ઉભરી આવી છે. હોકી ઈન્ડિયાએ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ 12 મેડલ જીત્યા છે. જેમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. હોકી ઈન્ડિયાએ છેલ્લે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ આ વખતે ટીમનો ઉદ્દેશ્ય આના કરતા વધુ સારું પ્રદર્શન કરવાનો રહેશે.