પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગની ફાઇનલમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. હવે વિનેશ ફોગાટની સામે સેમિફાઇનલમાં હારનાર ક્યુબાની મહિલા રેસલર યુઝનેલિસ ગુઝમેન લોપેઝ ફાઇનલ રમશે.






નોંધનીય છે કે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. સૂત્રોએ ​​જણાવ્યું કે તેનું વજન 50 કિલોથી વધી ગયું હતું જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઇ હતી.


વિનેશે ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની હતી. જો કે, તેણીના ગોલ્ડ મેડલના મુકાબલાના દિવસે, વિનેશ વજનમાં 100 ગ્રામથી થોડો વધારે વજન ઘટાડવાનું ચૂકી ગઈ, જેના કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી.


વિનેશ ફોગાટ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે મહિલા કુસ્તી 50 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલ માટે અયોગ્ય જાહેર થઇ હતી. આયોજકોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે “વિનેશ બીજા દિવસે વજનના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. ઇન્ટરનેશનલ રેસલિંગ રૂલ્સની કલમ 11 મુજબ, વિનેશના સ્થાન પર સેમિફાઇનલમાં તેની સામે હારનારા કુસ્તીબાજને રિપ્લેસ કરવામાં આવશે. તેથી ક્યુબાની મહિલા રેસલર યુઝનેલિસ ગુઝમેન લોપેઝ ફાઇનલમાં રમશે.


નિવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટોચની ક્રમાંકિત જાપાની કુસ્તીબાજ યુઇ સુસાકી ફોગાટ સામે પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તે સિવાય યુક્રેનની ઓક્સાના લિવાચને પણ ફોગાટ સામે 5-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.


ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ તરફથી રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા લગભગ 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. સ્પર્ધાના નિયમો અનુસાર, ફોગાટ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં.