Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર થયા બાદ રેસલર વિનેશ ફોગાટની તબિયત બગડી છે. વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આજે જ તેને વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જોકે, હાલમાં તેમની તબિયત વિશે વધુ માહિતી સામે આવી શકી નથી.


 






ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, આમ ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. સૂત્રોએ ​​જણાવ્યું કે તેનું વજન 50 કિલોથી વધી ગયું છે.  ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ તરફથી રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.


 






ઓલિમ્પિકમાં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તે ફાઇનલ મેચ રમી શકશે નહીં. વધુ વજનના કારણે વિનેશ ફોગાટ મહિલા કુસ્તી 50 કિગ્રાની ફાઇનલ મેચ રમી શકશે નહીં. 100 ગ્રામ વજન વધુ હોવાથી ફોગાટને અયોગ્ય જાહેર કરાઇ હતી. 


વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે તેણીનું વજન મહિલાઓની 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ પહેલા વધુ હતું. વિનેશે મંગળવારે રાત્રે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો હતો. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે તેનું વજન વધારે હોવાનું જાણવા મળ્યું હતું. નિયમો આને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.


વિનેશ ફોગાટને 50 કિગ્રા વજન વર્ગમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન 100 ગ્રામ વધારે હતું જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો વિનેશને આ વિશે પહેલાથી જ ખબર હતી. આ જ કારણ છે કે તે બાઉટ પછી સીધી સ્કીપિંગ કરવા ગઇ હતી, જેથી તેનું વજન નિયંત્રિત કરી શકાય, પરંતુ આવું ન થયું. તેના 100 ગ્રામના વધારાના વજને ભારતની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. 


મીડિયા રિપોર્ટ અનુસાર, વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા લગભગ 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. સ્પર્ધાના નિયમો અનુસાર, ફોગાટ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં. હવે 50 કિગ્રામાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા હશે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું વજન મંગળવારે રાત્રે લગભગ 2 કિલો વધુ હતું. તે આખી રાત સૂઇ શકી નહોતી. માપદંડને પૂર્ણ કરવા માટે તેણીએ પોતાની ક્ષમતા અનુસાર બધુ જ કર્યું હતું. તેણે જોગિંગથી માંડીને સ્કિપિંગ અને સાયકલિંગ પણ કર્યું હતું.