Los Angeles Olympics 2028: ઓલિમ્પિક્સ 2024નું આયોજન પેરિસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ, પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલી હતી. પેરિસ ઓલિમ્પિકમાં અમેરિકાએ સૌથી વધુ 126 મેડલ જીત્યા હતા. પેરિસ ઓલિમ્પિકની સફળતા જોઈને હવે ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આગામી ઓલિમ્પિક ક્યારે અને ક્યાં યોજાશે? ચાલો જાણીએ આગામી ઓલિમ્પિક સાથે સંબંધિત તમામ ડિટેલ્સ વિશે...


ઓલિમ્પિકની 33મી એડિશન પેરિસમાં રમાઈ હતી. હવે ઓલિમ્પિકની આગામી આવૃત્તિ 2028માં રમાશે. આગામી ઓલિમ્પિક હવેથી બરાબર ચાર વર્ષ પછી એટલે કે 2028માં યોજાશે. 2028 ઓલિમ્પિક ગેમ્સ અમેરિકાના લૉસ એન્જલસમાં રમાશે.


નેક્સ્ટ ઓલિમ્પિકમાં ક્રિકેટ પણ થશે સામેલ 
આગામી લૉસ એન્જલસ ઓલિમ્પિક એટલે કે 2028માં ક્રિકેટને પણ સામેલ કરવામાં આવશે. અગાઉ 1900ના ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા મળી હતી. લાંબા સમય બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં પરત ફરશે. લૉસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ ઉપરાંત અન્ય ઘણી નવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવશે.


ભારત માટે ઠીકઠાક રહ્યો પેરિસ ઓલિમ્પિક 
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારત માટે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. જોકે, ઘણા ભારતીય એથ્લેટ્સ પેરિસમાં ચોથા સ્થાને રહ્યા હતા અને માત્ર એક સ્થાનથી મેડલ ચૂકી ગયા હતા. એવી અપેક્ષા હતી કે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની બાબતમાં ભારતીય ખેલાડીઓ ડબલ ફિગર પાર કરશે, પરંતુ ભારત માત્ર 6 મેડલ મેળવી શક્યું હતુ.


ટોક્યો ઓલિમ્પિકનો રેકોર્ડ ના તોડી શક્યુ ભારત 
ઉલ્લેખનીય છે કે ભારતે પેરિસ પહેલા ટોકિયોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં કુલ 7 મેડલ જીત્યા હતા જેમાં એક ગૉલ્ડનો સમાવેશ થાય છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક જ ઓલિમ્પિક એડિશનમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી શક્યા નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 2028માં લૉસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાં ભારત કેવું પ્રદર્શન કરે છે.


આ પણ વાંચો


Watch: મનુ ભાકરની માં અને નીરજ ચોપડાની વચ્ચે શું થઇ વાતચીત ? ખુલી ગયુ સૌથી મોટુ રાજ, તમે પણ જાણી લો


Photos: પેરિસ ઓલિમ્પિકની ક્લૉઝિંગ સેરેમનીમાં જામ્યો માહોલ, સ્ટેડિયમ બન્યું થિએટર, જુઓ સુંદર તસવીરો...