Photos: પેરિસ ઓલિમ્પિકની ક્લૉઝિંગ સેરેમનીમાં જામ્યો માહોલ, સ્ટેડિયમ બન્યું થિએટર, જુઓ સુંદર તસવીરો...
Paris Olympics 2024 Closing Ceremony: પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારે માહોલ જામ્યો હતો. આ સમારોહ માટે સ્ટેડિયમને જ થિયેટરમાં ફેરવવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સમાપ્ત થઈ. આ વખતની ઓલિમ્પિક ભારત માટે ઘણી મિશ્ર રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના ખાતામાં કુલ 6 મેડલ આવ્યા. પેરિસ દ્વારા આયોજિત ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલી હતી.
પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ ફ્રાન્સના સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ ફ્રાન્સમાં સૌથી મોટું સ્ટેડિયમ છે.
સમારોહ માટે સ્ટેડિયમને થિયેટરમાં ફેરવવામાં આવ્યું હતું. સ્ટેડિયમનો નજારો જોવા જેવો હતો.
આ સમારોહમાં અનેક કલાકારોએ પોતાનો કમાલ બતાવ્યો, અને સૌનું મનોરંજન કર્યું હતું. આ સમાપન સમારોહમાં પ્રખ્યાત હોલીવુડ અભિનેતા ટૉમ ક્રૂઝ પણ સામેલ હતા.
આ સમારોહમાં એક પરેડ પણ યોજાઈ હતી, જેમાં તમામ ખેલાડીઓ પોતપોતાના દેશોના ધ્વજ સાથે જોવા મળ્યા હતા.
અહીં હૉકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ અને શૂટર મનુ ભાકર ફ્લેગ બેરર તરીકે દેખાયા હતા.
સમાપન સમારોહમાં સ્ટેડિયમમાં લાઇટ શો જોવા મળ્યો હતો. આ લાઈટ શોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.