Paris Olympics Day 7 Schedule: પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી બે મેડલ જીતનારી મહિલા શૂટર મનુ ભાકર પેરિસ ગેમ્સના સાતમા દિવસે શુક્રવારે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં ભાગ લેશે. મનુ પાસેથી ફરી એકવાર વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. એચએસ પ્રણયને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનની નજર સેમિફાઇનલમાં પહોંચવા પર હશે. ભારતીય પુરૂષ હોકી ટીમ પણ તેની અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.






મેડલની નજીક પહોંચવાનું લક્ષ્ય રાખશે


બેડમિન્ટનમાં ભારતની સૌથી મોટી આશાઓ પૈકીના એક લક્ષ્ય સેન સેમિફાઈનલમાં પહોંચવા પર નજર રાખશે. જો લક્ષ્ય ક્વાર્ટર ફાઈનલના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે મેડલની નજીક આવશે. જો લક્ષ્ય આ મેચ પછી આગામી મેચ જીતવામાં સફળ રહે છે તો તેને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત રહેશે. જો તેમની સફર સેમિફાઇનલમાં સમાપ્ત થાય છે તો તેણે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.


ભારતીય હૉકી ટીમ વાપસી કરવા માંગશે


ભારતીય પુરૂષ હૉકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી અજેય રહી હતી પરંતુ બેલ્જિયમે પુલ બીમાં તેનું અભિયાન અટકાવી દીધું હતું. ભારત પહેલેથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે અને ટીમ નોકઆઉટ રાઉન્ડ પહેલા વાપસી કરવા માંગશે. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ભૂલો સુધારવાની તક હશે.


પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે ભારતનું શિડ્યૂલ નીચે મુજબ છે.


ગોલ્ફ


- મેન્સ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે સેકન્ડ રાઉન્ડ: શુભંકર શર્મા, ગગનજીત ભુલ્લર (બપોરે 12.30 વાગ્યા પછી)


શૂટિંગ


- 25 મીટર પિસ્તોલ મહિલા ક્વોલિફિકેશનઃ ઈશા સિંહ, મનુ ભાકર (બપોરે 12.30 વાગ્યાથી)


- સ્કીટ મેન્સ ક્વોલિફિકેશન - દિવસ 1: અનંતજીત સિંહ નારુકા (બપોરે 1.00 વાગ્યાથી)


તીરંદાજી


- મિક્સ્ડ ટીમ 1/8 એલિમિનેશન રાઉન્ડ: ભારત વિરુદ્ધ ઇન્ડોનેશિયા (અંકિતા ભકત/ધીરજ બોમ્માદેવરા વિરુદ્ધ ડિયાંડા કોરુનિસા/આરિફ પાંગેસ્તુ) (બપોરે 1.20 વાગ્યા પછી)


જૂડો


- મહિલા +78 કિગ્રા એલિમિનેશન રાઉન્ડ ઓફ 32: તુલિકા માન વિરુદ્ધ ઇડાલિસ ઓર્ટિઝ (બપોરે 1.30 વાગ્યા પછી)


સેલિંગ


- મહિલા ડીંઘી રેસ-3: નેત્રા કુમાનન (બપોરે 3.45 વાગ્યાથી)


- મેન્સ ડીંઘી રેસ-3: વિષ્ણુ સરવાનેન (સાંજે 7.05 વાગ્યાથી)


હોકી


- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત ગ્રુપ સ્ટેજ મેચ (સાંજે 4.45 વાગ્યા પછી)


બેડમિન્ટન


- મેન્સ સિંગલ્સની ક્વાર્ટર-ફાઇનલ: લક્ષ્ય સેન વિરુદ્ધ ચૂ ટીન ચેન (સાંજે 6.30 વાગ્યાથી)


એથ્લેટિક્સ


- મહિલા 5000 મીટર હીટ-1: અંકિતા ધ્યાની (રાત્રે 9.40 થી)


- મહિલા 5000 મીટર હીટ-2: પારુલ ચૌધરી (રાત્રે 10.06 વાગ્યાથી)


- મેન્સ શોટ પુટ ક્વોલિફિકેશનઃ તજિન્દરપાલ સિંઘ તૂર (રાત્રે 11.40 વાગ્યાથી)