Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic 2024)નું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. ઓલિમ્પિકમાં ભારત (India) સહિત 184 દેશોના એથ્લેટ ભાગ લેવા જઈ રહ્યા છે, જ્યાં કુલ 329 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. આ સમય દરમિયાન, દેશ અને વિશ્વના 10,500 એથ્લેટ્સ મોટા મંચ પર તેમનું ટેલેન્ટ બતાવતા જોવા મળશે. ભારત પેરિસ ઓલિમ્પિક 2024માં તેના મોટા ખેલાડીઓ પાસેથી મેડલ જીતવાની આશા રાખશે. ભારતે ઓલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા છે અને કયા ખેલાડીઓએ આ મેડલ જીત્યા છે તેની જાણકારી અહી આપવામાં આવી છે.
ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા છે?
ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ત્યારથી ભારતે 24 ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો છે. આ સમયગાળા દરમિયાન ભારતે કુલ 35 મેડલ જીત્યા છે. દરમિયાન ભારતે 10 ગોલ્ડ, 9 સિલ્વર મેડલ અને 16 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત વખતે ભારતે ટોક્યો ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા હતા અને તે સમયે ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ નીરજ ચોપરાએ જીત્યો હતો.
કયા ભારતીય ખેલાડીઓએ ક્યારે મેડલ જીત્યા?
નોર્મન પ્રિચર્ડ: સિલ્વર મેડલ - મેન્સ 200 મીટર (પેરિસ ઓલિમ્પિક 1900)
નોર્મન પ્રિચર્ડ: સિલ્વર મેડલ - 200 મીટર હર્ડલ્સ (પેરિસ ઓલિમ્પિક 1900)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક 1928)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (લોસ એન્જલસ ઓલિમ્પિક 1932)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (બર્લિન ઓલિમ્પિક 1936)
ભારતીય હૉકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (લંડન ઓલિમ્પિક 1948)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (હેલસિંકી ઓલિમ્પિક 1952)
કેડી જાધવ: બ્રોન્ઝ મેડલ - પુરુષોની બેન્ટમવેટ કુસ્તી (હેલસિંકી ઓલિમ્પિક 1952)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (મેલબોર્ન ઓલિમ્પિક 1956)
ભારતીય હોકી ટીમ: સિલ્વર મેડલ - મેન્સ હોકી (રોમ ઓલિમ્પિક 1960)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (ટોક્યો ઓલિમ્પિક 1964)
ભારતીય હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ - મેન્સ હોકી (મેક્સિકો સિટી ઓલિમ્પિક 1968)
ભારતીય હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ - મેન્સ હોકી (મ્યુનિક ઓલિમ્પિક 1972)
ભારતીય હોકી ટીમ: ગોલ્ડ મેડલ - મેન્સ હોકી (મોસ્કો ઓલિમ્પિક 1980)
લિએન્ડર પેસ: બ્રોન્ઝ મેડલ - મેન્સ સિંગલ્સ ટેનિસ (એટલાન્ટા ઓલિમ્પિક 1996)
કર્ણમ મલ્લેશ્વરી: બ્રોન્ઝ મેડલ - મહિલાઓની 54 કિગ્રા વેઈટલિફ્ટિંગ (સિડની ઓલિમ્પિક 2000)
રાજ્યવર્ધન સિંહ રાઠોડ: સિલ્વર મેડલ - મેન્સ ડબલ ટ્રેપ શૂટિંગ (એથેન્સ ઓલિમ્પિક 2004)
અભિનવ બિન્દ્રા: ગોલ્ડ મેડલ – પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ (બેઇજિંગ ઓલિમ્પિક 2008)
વિજેન્દર સિંહ: બ્રોન્ઝ મેડલ - મેન્સ મિડલવેટ બોક્સિંગ (બેઇજિંગ ઓલિમ્પિક 2008)
સુશીલ કુમાર: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 66 કિગ્રા કુસ્તી (બેઇજિંગ ઓલિમ્પિક 2008)
સુશીલ કુમાર: સિલ્વર મેડલ - પુરુષોની 66 કિગ્રા કુસ્તી (લંડન ઓલિમ્પિક 2012)
વિજય કુમાર: સિલ્વર મેડલ - પુરુષોની 25 મીટર રેપિડ પિસ્તોલ શૂટિંગ (લંડન ઓલિમ્પિક 2012)
સાયના નેહવાલ: બ્રોન્ઝ મેડલ - મહિલા સિંગલ્સ બેડમિન્ટન (લંડન ઓલિમ્પિક 2012)
મેરી કોમ: બ્રોન્ઝ મેડલ - મહિલા ફ્લાયવેટ બોક્સિંગ (લંડન ઓલિમ્પિક 2012)
યોગેશ્વર દત્ત: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 60 કિગ્રા કુસ્તી (લંડન ઓલિમ્પિક 2012)
ગગન નારંગ: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ (લંડન ઓલિમ્પિક 2012)
પીવી સિંધુ: સિલ્વર મેડલ - મહિલા સિંગલ્સ બેડમિન્ટન (રિઓ ઓલિમ્પિક 2016)
સાક્ષી મલિક: બ્રોન્ઝ મેડલ - મહિલાઓની 58 કિગ્રા કુસ્તી (રિઓ ઓલિમ્પિક 2016)
મીરાબાઈ ચાનુ: સિલ્વર મેડલ – મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ (ટોક્યો ઓલિમ્પિક 2020)
લોવલિના બોર્ગોહેન: બ્રોન્ઝ મેડલ – મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ (ટોક્યો ઓલિમ્પિક 2020)
પીવી સિંધુ: બ્રોન્ઝ મેડલ - મહિલા સિંગલ્સ બેડમિન્ટન (ટોક્યો ઓલિમ્પિક 2020)
રવિ કુમાર દહિયા: સિલ્વર મેડલ - પુરુષોની 57 કિગ્રા કુસ્તી (ટોક્યો ઓલિમ્પિક 2020)
ભારતીય હોકી ટીમ: બ્રોન્ઝ મેડલ - મેન્સ હોકી (ટોક્યો ઓલિમ્પિક 2020)
બજરંગ પુનિયા: બ્રોન્ઝ મેડલ - પુરુષોની 65 કિગ્રા કુસ્તી (ટોક્યો ઓલિમ્પિક 2020)
નીરજ ચોપરા: ગોલ્ડ મેડલ – મેન્સ જેવલિન થ્રો (ટોક્યો ઓલિમ્પિક 2020)
ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનાર ટોચના ખેલાડીઓ
અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. તેના નામે 28 મેડલ નોંધાયેલા છે. આ દરમિયાન તેણે 23 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે તે એક જ ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. આ સાથે અમેરિકા સૌથી વધુ મેડલ જીતનાર દેશ છે. વ્યક્તિગત મેડલ વિજેતાઓમાં સોવિયેત જિમ્નાસ્ટ ખેલાડી લારિસા લેટિનીના બીજા ક્રમે છે. તેના નામે કુલ 18 મેડલ છે. સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડીઓમાં નોર્વેની મેરિટ બ્યોર્ગેન ત્રીજા સ્થાને છે. તેના નામે કુલ 15 મેડલ નોંધાયેલા છે.