Paris Olympics 2024: ભારતની મિશ્ર તીરંદાજી ટીમે શાનદાર પ્રદર્શનના જોરે સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતના ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની સ્ટાર મિક્સ્ડ તીરંદાજી ટીમે ધમાકેદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની ટીમને 5-3થી હરાવી અને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. આ પહેલા ભારતની મિક્સ્ડ તીરંદાજી ટીમે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું હતું.
આ પહેલા તીરંદાજીની મિશ્ર સ્પર્ધામાં અંકિતા ભકત અને ધીરજ બોમાદેવરાની ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંકિતા અને ધીરજની જોડીએ મેચ 5-1થી જીતીને અંતિમ 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. અંકિતા ભક્ત અને ધીરજની ભારતીય જોડીએ શાનદાર રમત રમી ભારતની મેડલની આશા વધારી. આ જોડીએ પહેલો સેટ 37-36થી જીતીને 2 પોઈન્ટથી શરૂઆત કરી હતી. બીજા સેટમાં મુકાબલો નજીક હતો અને ઇન્ડોનેશિયાની જોડીએ સ્કોર 38-38થી બરાબરી કરી હતી. ભારતને અહીં 1 પોઈન્ટ મળ્યો અને તેનો સ્કોર ત્રણ થઈ ગયો. આ પછી, આગલા રાઉન્ડમાં અંકિતા અને ધીરજની જોડીએ 38-37થી જીત મેળવી અને 2 મહત્વના પોઈન્ટ મેળવ્યા અને 5-1થી જીત મેળવીને અંતિમ 8માં જગ્યા બનાવી.
હવે ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની ભારતની સ્ટાર મિશ્રિત તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં કોરિયા સાથે રમતા જોવા મળશે, જ્યાં તેનો મુકાબલો કોરિયાના લિમ સિહ્યોન અને કિમ વૂજિન સામે થશે. જો ટીમ આ સેમિફાઇનલ જીતશે તો તેને ફાઇનલમાં પ્રવેશ મળશે. કોરિયા સાથેની સેમિફાઇનલ મેચ હવેથી થોડો સમય એટલે કે સાંજે 7:01 વાગ્યે થશે.