Paris Olympics 2024: રોહન બોપન્ના અને એન.શ્રીરામ બાલાજીની ભારતીય જોડીને ટેનિસ મેન્સ ડબલ્સ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ મોટો આંચકો લાગ્યો હતો. ફ્રાન્સની ગેલ મોનફિલ્સ અને એડૌર્ડ રોજર વેસલિનની જોડીએ ભારતીય જોડીને 5-7, 6-2થી હરાવ્યા હતા. આ સાથે ભારતીય જોડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ જીત સાથે ફ્રાન્સની જોડી બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. હવે તેનો મુકાબલો ટિમ પુએત્ઝ અને કેવિન ક્રાવિત્ઝની બીજી ક્રમાંકિત જર્મન જોડી સામે થશે.






આ પહેલા મેન્સ સિંગલ્સમાં ભારતના એકમાત્ર ટેનિસ ખેલાડી સુમિત નાગલને પહેલા રાઉન્ડમાં ફ્રાન્સના કોરેન્ટિન મૌટેટ સામે ત્રણ સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં ટેનિસમાં ભારતીય અભિયાનનો અંત આવ્યો હતો. 76 મિનિટ સુધી ચાલેલી મેન્સ ડબલ્સની મેચમાં બોપન્ના-બાલાજી ફ્રાન્સના ગેલ મોનફિલ્સ અને એડૌર્ડ રોજર-વાસેલિન સામે 7-5, 6-2થી હારી ગયા હતા.અગાઉ ભારતના સુમિત નાગલે અઢી કલાકથી ઓછા સમય સુધી ચાલેલી મેચમાં ફ્રાન્સના કોરેન્ટિન મોન્ટેટ સામે 6-2, 2-6, 7-5થી હારનો સામનો કરવો પડ્યો હતો.






આ બંને ખેલાડીઓ વચ્ચેનો બીજો મુકાબલો હતો. નાગલે મૌટેટને હરાવ્યો હતો જ્યારે તેઓ છેલ્લે એપ્રિલમાં મોરોક્કોમાં ATP 250 ક્લે કોર્ટ ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કર્યો હતો. ડબલ્સ મેચમાં પહેલો બ્રેક પાંચમી ગેમમાં મોનફિલ્સ-એડૌર્ડને મળ્યો હતો, પરંતુ ભારતીય ટેનિસ ખેલાડીઓએ વાપસી કરી હતી.


ફ્રાન્સની ટીમે બીજા સેટમાં પોતાની આક્રમક રમત યથાવત રાખી હતી અને આ મેચમાં ફેબિયન રેબૌલ એડૌર્ડ રોજર-વાસેલિન સાથે જોડી બનાવવાના હતા, પરંતુ રેબૌલની ઈજાને કારણે ગેલ મોનફિલ્સને તેની જગ્યાએ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઈટલ જીતનાર બોપન્નાએ સમર ઓલિમ્પિકમાં ત્રીજી વખત ભાગ લીધો હતો જ્યારે તેના સાથી બાલાજીએ ડેબ્યૂ કર્યું હતું. 44 વર્ષની ઉંમરે બોપન્ના પેરિસ 2024માં સૌથી વૃદ્ધ ભારતીય એથ્લીટ હતા.