Paris Olympics 2024 Live: મેન્સની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં સ્વપ્નિલ

Paris Olympics 2024 Live: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ ગ્રુપ સ્ટેજની તેની બીજી મેચ રમશે

gujarati.abplive.com Last Updated: 31 Jul 2024 02:23 PM
શૂટિંગમાં મેડલની આશા

સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશનની ફાઇનલમાં પહોંચી ગયો છે. તે ક્વોલિફિકેશનમાં 7મા સ્થાને રહ્યો હતો. આવતીકાલે ફાઈનલ રમાશે. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર 11મા સ્થાને રહીને બહાર થઈ ગઈ હતી.ભારતનો સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 590નો સ્કોર કર્યો અને સાતમું સ્થાન મેળવ્યું હતું. ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી ટોચના આઠ શૂટર્સ ફાઇનલમાં પહોંચ્યા હતા. સ્વપ્નિલ હવે આવતીકાલે મેડલ માટે મેદાનમાં ઉતરશે. તેમની ફાઇનલ મેચ ગુરુવારે બપોરે 1 વાગે રમાશે. આ જ ઈવેન્ટમાં અન્ય ભારતીય શૂટર ઐશ્વર્યા પ્રતાપ સિંહ 11માં સ્થાને રહી હતી.

Paris Olympics Day 5 Live Updates: પીવી સિંધુએ મેચ જીતી લીધી

પીવી સિંધુ ગ્રુપ સ્ટેજની સતત બીજી મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને 21-5, 21-10થી હરાવીને નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવી લીધું હતું. આ મેચ 34 મિનિટ સુધી ચાલી હતી. સિંધુએ પહેલી ગેમ 14 મિનિટમાં અને બીજી ગેમ 19 મિનિટમાં જીતી હતી. હવે સિંધુ માટે આગળનો રસ્તો મુશ્કેલ બની જશે. નોકઆઉટમાં એક પણ હાર બહારનો રસ્તો બતાવી શકે છે.





Paris Olympics 2024 Day 5 Live Updates: પીવી સિંધુએ પ્રથમ ગેમ જીતી

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કુબા સામેની પ્રથમ ગેમ માત્ર 14 મિનિટમાં જીતી લીધી હતી. સિંધુએ પહેલી ગેમ 21-5થી જીતી હતી. આ પછી ભારતનો લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સમાં ભાગ લેશે.

Paris Olympics 2024 Day 5 Live Updates: પીવી સિંધુની મેચ શરૂ થઈ

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની મેચ શરૂ થઈ ગઈ છે. તે એસ્ટોનિયાની ક્રિસ્ટીના કુબા સાથે રમી રહી છે. સિંધુએ પ્રથમ ગેમમાં સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા સિંધુએ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. ઓલિમ્પિકમાં સિંધુ પાસેથી મેડલની હેટ્રિકની અપેક્ષા છે.

Paris Olympics 2024 Day 5 Live Updates: ભારતની ઐશ્વર્યા પ્રતાપ સિંહ અને સ્વપ્નિલ કુસાલે એક્શનમાં

2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતની ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. ભારતની ઐશ્વર્યા પ્રતાપ સિંહ અને સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં એક્શનમાં છે. આ સ્પર્ધામાં ખેલાડીઓએ ત્રણ ઈવેન્ટમાં લક્ષ્ય રાખવાનું હોય છે.

Paris Olympics 2024 Day 5 Live Updates: બોક્સરોએ નિરાશ કર્યા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સરોએ નિરાશ કર્યા છે. અમિત પંઘાલ અને જૈસ્મીન લમ્બોરિયા બાદ પ્રીતિ પવાર પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. પ્રીતિને 54 કિગ્રા વજન વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણીને કોલંબિયાની યેની માર્સેલાએ હાર આપી હતી. આ પહેલા અમિત પંઘાલ 51 કિગ્રા અને જૈસ્મીન ફિલિપાઈન્સની 57 કિગ્રામાં હાર થઈ હતી.

પેરિસ ઓલિમ્પિકમાં પાંચમા દિવસમાં ભારતનો કાર્યક્રમ

બ્રેકગ્રાઉન્ડ

Paris Olympics 2024 Live: મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે મંગળવારે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે બુધવારે પાંચમા દિવસે મનિકા બત્રા ટેબલ ટેનિસની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા બોક્સર લવલિના બોરગોહાઇ પણ તેના અભિયાનની શરૂઆત કરશે.


તિરંદાજો પાસે રહેશે આશા


બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ ગ્રુપ સ્ટેજની તેની બીજી મેચ રમશે. સિંધુનો મુકાબલો ક્રિસ્ટીન કુઉબા સામે થશે, જ્યારે લક્ષ્ય સેન અને એચએસ પ્રણય પણ પોતપોતાના ગ્રુપમાં મેદાનમાં ઉતરશે. ભજન કૌરના શાનદાર પ્રદર્શન બાદ અનુભવી તિરંદાજ દીપિકા કુમારી અને તરુણદીપ રાય પાસેથી પણ વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. દીપિકા અને તરુણદીપ અનુક્રમે વિમેન્સ અને મેન્સ સિંગલ્સના 1/32 એલિમિનેશન સ્ટેજમાં ભાગ લેશે.


પેરિસ ઓલિમ્પિકના પાંચમા દિવસે ભારતનું શિડ્યૂલ નીચે મુજબ છે.


શૂટિંગ


- 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ક્વોલિફિકેશન: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને સ્વપ્નિલ કુસાલે (બપોરે 12:30 વાગ્યાથી)


- ટ્રેપ વિમેન્સ ક્વોલિફિકેશન: શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી (બપોરે 12:30 વાગ્યાથી)


બેડમિન્ટન


- મહિલા સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): પીવી સિંધુ વિરુદ્ધ ક્રિસ્ટિન કુઉબા (એસ્ટોનિયા) (બપોરે 12:50 પછી)


- મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): લક્ષ્ય સેન વિરુદ્ધ જોનાટન ક્રિસ્ટી (ઇન્ડોનેશિયા) (બપોરે 1:40 વાગ્યા પછી)


- મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): એચએસ પ્રણય વિરુદ્ધ ડ્યુક (વિયેતનામ) (રાત્રે 11 વાગ્યાથી)


ટેબલ ટેનિસ


- મહિલા સિંગલ્સ (અંતિમ 32 રાઉન્ડ): શ્રીજા અકુલા વિરુદ્ધ જિયાન ઝેંગ (સિંગાપોર) (બપોરે 2:20 વાગ્યાથી)


- મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 16): મનિકા બત્રા (રાત્રે 8:30 વાગ્યાથી)


બોક્સિંગ


- મહિલા 75 કિગ્રા (અંતિમ 16 રાઉન્ડ): લવલિના બોરગોહેન વિરુદ્ધ સુન્નિવા હોફસ્ટેડ (નોર્વે) (બપોરે 3:50 વાગ્યા પછી)


- મેન્સ 71 કિગ્રા (અંતિમ 16 રાઉન્ડ): નિશાંત દેવ વિરુદ્ધ જોસ ગેબ્રિયલ રોડ્રિગ્ઝ ટેનોરિયો (ઇક્વાડોર) (રાત્રે 12:18 પછી)


તિરંદાજી


- મહિલા સિંગલ્સ: 1/32 એલિમિનેશન સ્ટેજ: દીપિકા કુમારી (બપોરે 3:56 વાગ્યાથી)


- મેન્સ સિંગલ્સ: 1/32 એલિમિનેશન સ્ટેજ: તરુણદીપ રાય (રાત્રે 9:15 વાગ્યાથી)


ઘોડેસવારી


- વ્યક્તિગત ડ્રેસેજ ગ્રાન્ડ પ્રિક્સ દિવસ 2: અનુષ અગ્રવાલા (બપોરે 1:30 વાગ્યા પછી)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.