Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં વિશ્વના 10,500 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. કેટલાક અત્યંત ગરીબીમાંથી પસાર થઈને અહીં પહોંચ્યા છે તો કેટલાકે લાંબા સમયની રાહ જોયા બાદ ઓલિમ્પિક મેડલ જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પરંતુ એક ટીમ 2024ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લઈ રહી છે, જે કરોડપતિઓ અને અબજોપતિઓથી ભરેલી છે.
અમેરિકાની બાસ્કેટબોલના ખેલાડીઓ છે અબજોપતિ
તે કોઈનાથી છૂપાયેલું નથી કે એનબીએ કમાણીના મામલામાં વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગમાંથી એક છે. લેબરોન જેમ્સ પેરિસ ઓલિમ્પિક 2024 માટે યુએસએ બાસ્કેટબોલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જેની નેટવર્થ જાણીને તમે દંગ રહી જશો. આ ટીમ તરફથી સ્ટીફન કરી પણ રમી રહ્યા છે. જે એનબીએમાંથી વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે. એક રિપોર્ટ અનુસાર, 2022માં લેબરોન જેમ્સની કુલ સંપત્તિ એક બિલિડન ડોલરને વટાવી ગઈ હતી.
યુએસએ ટીમમાં સૌથી યુવા ખેલાડી એન્થોની એડવર્ડ્સ છે, જેની કુલ સંપત્તિ 22 વર્ષની ઉંમરે 40 મિલિયન ડોલરને વટાવી ગઈ છે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ 334 કરોડ રૂપિયા એટલે કે 3.3 અબજ રૂપિયા જેટલી થાય છે. લેબરોન જેમ્સ વિશ્વના સૌથી ધનાઢ્ય એથ્લેટ્સમાંથી એક છે, જેની કુલ સંપત્તિ ભારતીય રૂપિયામાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. કેવિન ડ્યુરન્ટ પણ વિશ્વના સૌથી લોકપ્રિય અને ધનિક ખેલાડીઓમાંથી એક છે, જેની કુલ સંપત્તિ 2,500 કરોડ રૂપિયા છે.
તમામ ખેલાડીઓ કરોડપતિ છે
યુએસએ બાસ્કેટબોલ ટીમમાં સામેલ તમામ ખેલાડીઓ એનબીએમાં રમે છે, જ્યાંથી તેઓ વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે. એટલા માટે આ ટીમનો દરેક ખેલાડી કરોડપતિ છે. 1936માં ઓલિમ્પિક ગેમ્સમાં બાસ્કેટબોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ યુએસએની ટીમે 16 વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ બાસ્કેટબોલ ટીમે ઓલિમ્પિકમાં 16 ગોલ્ડ સહિત કુલ 19 મેડલ જીત્યા છે.