Paris Olympics: પેરિસ ઓલિમ્પિક માટે ખેલાડીઓના રવાના થતા પહેલા PM મોદીએ શુક્રવારે તેમની સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેમને વિજય મંત્ર આપ્યો હતો. આ દરમિયાન વડા પ્રધાને ખેલાડીઓને ઓલિમ્પિક 2036ની યજમાની મેળવવાની ભારતની દાવેદારીને મજબૂત કરવા માટે પેરિસમાં વ્યવસ્થાઓનો અનુભવ જણાવવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલા ખેલાડીઓ સાથે વ્યક્તિગત અને ઓનલાઈન વાતચીતમાં કહ્યું કે તેમના દ્વારા શેર કરવામાં આવેલી માહિતી 2036 ઓલિમ્પિકની યજમાનીના દાવાને મજબૂત કરવામાં મદદ કરશે.






PM મોદી પેરિસ જઈ રહેલા ખેલાડીઓને મળ્યા


તેમણે કહ્યું હતું કે  "હું તમને વિનંતી કરીશ કે ઓલિમ્પિક પહેલા નહીં પરંતુ બાદમાં ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરો. તમે લોકોએ એ પણ જોવું જોઈએ કે ગેમ્સ પછી ત્યાં શું વ્યવસ્થા છે. ખેલાડીઓ પાસેથી જે ઈનપુટ મળશે, તે  2036 માટે ઉપયોગી થશે. જો તમે આ જોયા પછી આવશો તો અમારા માટે ખૂબ અનુકૂળ રહેશે."






પેરિસ ઓલિમ્પિક 26 જૂલાઈથી 11 ઓગસ્ટ વચ્ચે રમાશે. ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યો ઓલિમ્પિકમાં રહ્યું છે, જેમાં નીરજ ચોપરાના ભાલા ફેંકમાં ઐતિહાસિક ગોલ્ડ સહિત 21 શૂટર્સ સહિત 100થી વધુ ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે.