PM Modi Live: મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે કરી વાત

કોરોના મહામારીના કારણે એક વર્ષ સુધી સ્થગિત કરવામાં આવેલા ટોક્યો ઓલિમ્પિક શરૂ થઈ જવા રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ ખેલ મહાકુંભમાં પદક જીતવાની તૈયારીમાં લાગ્યા છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Jul 2021 05:44 PM
જીતવું ન્યૂ ઈન્ડિયાની આદત બની જાય તે દિવસો દૂર નથી: મોદી

PM મોદીએ કહ્યું, તમને બધાને દેશવાસીઓની શુભકામના મળી રહી છે. આ માટે નમો એપ પર વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યુ છે. તમારો બધાનો જોશ જોઈને કહી શકું છું કે જીતવું ન્યૂ ઈન્ડિયાની આદત બની જાય તે દિવસો દૂર નથી.

મોદીએ હંમેશા પ્રોત્સાહિત કર્યાઃ મનપ્રીત સિંહ

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ અમને શાનદાર દેખાવ કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. તેમાં પ્રેરણાદાયી શબ્દોથી ખૂબ મદદ મળે છે. હું ભારતના તમામ એથલિટ્સને ટોક્યો ગેમ્સ માટે શુભેચ્છા પાઠવું છું.





નીરજ ચોપડા સાથે મોદીએ કરી વાત

મોહમ્મદ અલી પ્રેરણા સ્ત્રોતઃ મેરી કોમ

ભારતીય બોક્સર મેરી કોમ સાથે વાત કરતાં પીએમ મોદીએ તેમના ફેવરિટ ખેલાડી સાથે વાત કરતાં તેમને ફેવરિટ ખેલાડી કોણ છે તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં મેરીકોમે કહ્યું, બોક્સિંગમાં મારા ફેવરિટ ખેલાડી મોહમ્મદ અલી છે. તેઓ મારા પ્રેરણાસ્ત્રોત છે.

પીવી સિંધુને પીએમે કહ્યું- સાથે આઈસક્રીમ ખાઈશું

પ્રધાનમંત્રી મોદીએ રિયો ઓલિમ્પિકમાં રજત પદક જીતનારી બેડમિટંન ખેલાડી પીવી સિંધુ સાથે વાત કરતાં કહ્યું ટોક્યો માટે શુભકામના. ટોક્યોમાં સફળતા બાદ સાથે આઈસક્રીમ ખાઈશું. ખુદ પીએમે ખુલાસો કર્યો કે સિંધુને અભ્યાસ દરમિયાન તેના માતા પિતા આઈસક્રીમ ખાવાથી રોકતા હતા. કારણકે રમતમાં ફિટનેસ ઘણી મહત્વની છે.

સચિનનો ઉલ્લેખ કરી શું બોલ્યા પીએમ

આશીષ કુમાર સાથે વાત કરતાં પીએમ મોદીએ ક્રિકેટના ભગવાન ગણાતાં ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, રમત દરમિયાન તેના પિતાનું દુઃખદ નિધન થયું હતું પરંતુ તેમ છતાં રમત ચાલુ રાખી હતી.

કેટલા એથિલટ ભાગ લેશે

અનુરાગ ઠાકુરે કહ્યું 22 રજ્યોના 126 એથલિટ 130 કરોડ ભારતીયોનું 18 રમતમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરશે. પ્રધાનમંત્રી મોદીની લીડરશિપમાં ખેલાડીઓ તેમની સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે.

કોની સાથે વાત કરશે મોદી

મેરીકોમ, દુતી ચંદ, સાનિયા મિર્ઝા, દીપકા કુમારી, પીવી સિંધું, આશીષ કુમાર, સાજન પ્રકાશ, મનપ્રીત સિહ, સૌરભ ચૌધરી, મનિકા બત્રા, શરથ કમલ, પ્રવીણ જાધવ સાથે વાત કરશે.

મોદી સહિત અનુરાગ ઠાકુર, કિરણ રિજ્જુએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

બ્રેકગ્રાઉન્ડ

કોરોના મહામારીના કારણે એક વર્ષ સુધી સ્થગિત કરવામાં આવેલા ટોક્યો ઓલિમ્પિક શરૂ થઈ જવા રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ ખેલ મહાકુંભમાં પદક જીતવાની તૈયારીમાં લાગ્યા છે, આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતીય ખેલાડીઓમાં જોશ ભરવા માટે આજે વાતચીત કરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.