ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે.


ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 62માં ક્રમે છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પીવી સિંધુ સાથે એબીપી ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. 



2 ઓલિમ્પિક 2 મેડલ તમને કેવું લાગે છે ?


આ મારા અને દેશ માટે ગર્વની વાત છે. આ સરળ નહોતું, પ્રતિસ્પર્ધા વધી ગઈ છે અને  આશાઓ પણ.


આપણી પાસે  તે જ શટલ છે જેને તમે જીત્યું હતું (શટલ બતાવે છે) તે કેટલું અઘરું હતું ?


મે પાંચ વર્ષોમાં ખૂબ જ મહેનત કરી છે. મહામારીના કારણે અમારે અભ્યાસ માટે સંઘર્ષ કરવો પડ્યો છે. ભારત સરકાર અને બેડમિન્ટન પ્રાધિકરણે અમારુ સમર્થન કર્યું અને અમારી મદદ કરી.


શું તમે દર્શકોને યાદ કર્યા  ?


હા બિલકુલ, આ વખતે મહામારીના કારણે કોઈ દર્શકો નહોતા, પરંતુ મને ખબર છે કે તેઓ મને સમર્થન અને આર્શીવાદ આપી રહ્યા છે. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું. 


તૈયારી અને પેરિસ અપેક્ષાઓ ?


હાલ તો હું આ ક્ષણ જીવવા માંગુ છું અને હું પેરિસ રમીશ અને સખત મહેનત કરીશ અને શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.


હોકી મહિલા અને પુરુષ ટીમ માટે સંદેશ ?


હું બંને ટીમોને શુભેચ્છા પાઠવું છુ. હું બંનેને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપુ છું. આપણે આજે ઓસ્ટ્રેલિયા સામે ખરેખર ખૂબ સરસ રમ્યા છીએ.