India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 11મો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ સારો રહ્યો છે. મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું  ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 62માં ક્રમે છે. અમેરિકા 21 ગોલ્ડ, 25 સિલ્વર અને 16  બ્રોન્ઝ એમ 62  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 28 ગોલ્ડ, 16 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 60 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 6 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ મળી કુલ 33 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.


ટોક્યો ઓલિમ્પિકનાં 11મા દિવસે ઈન્ડિયા પાસે મહિલા હોકી પછી હવે એથલેટિક્સમાં ઈતિહાસ રચવાની તક રહેલી છે. કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોની ફાઇનલ મેચના 2 રાઉન્ડ રમી ચૂકી છે. જોકે અત્યારે તે આ ઇવેન્ટ્સમાં 7મા ક્રમાંકે છે. જો એ પ્રતિયોગિતા જીતી જશે તો એથલેટિક્સમાં મેડલ જીતનાર પહેલી ઈન્ડિયન મહિલા બની જશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં કમલપ્રીતનું પ્રદર્શન જોઇને મેડલની આશા વધી ગઈ છે. 


ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા છે. જમ્પિંગ ઇન્ડિવિઝ્યુઅલ ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાય થયા છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 25મા નંબરે રહ્યા છે. ઓલિમ્પિકના 2 દસકાથી પણ વધુ સમય પછી એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારે ક્રોસ કંટ્રી રાઉન્ડ પછી 11-20 પેનલ્ટી પ્વોઇંટ સાથે 22માં નંબર પર રહ્યા હતા. 



આજે ફવાદ મિર્જાએ વ્યક્તિગ શો જંપિંગ ક્વાલીફાયરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ તેઓ જંપિંગ ઇન્ડિવ્યુઝઅલ ફાઇનલ માટે ક્વોલિફાઇ થઈ ગયા છે. 


ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા  1-0થી વિજયી બની હતી. સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. આપણે પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોચ્યા છીએ.