India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિક 2020નો આજે 11મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખાસ છે. ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યો છે. મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 62માં ક્રમે છે. અમેરિકા 21 ગોલ્ડ, 25 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ 62 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 28 ગોલ્ડ, 16 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 60 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 6 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ મળી કુલ 33 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
1. સવારે 7.00: હોકી: ભારત વિ બેલ્ગુઇમ- પુરુષ ટૂર્નામેન્ટ સેમી ફાઇનલ
2. 5.50 AM: એથ્લેટિક્સ: મહિલા ભાલા ફેંક : એક રાની
3. 2.20 PM: કલાત્મક ઝીમનેસ્ટીક : મહિલા બેલેન્સ બીમ- ફાઈનલ
4. 3.45 PM: એથ્લેટિક્સ: પુરુષ શોટપુટ- ગ્રુપ A
5. 6.30 AM: ડાઇવિંગ: પુરુષ 3M સ્પ્રિંગબોર્ડ: સેમી ફાઇનલ
6. ટીબીડી કુસ્તી: બી ખુલરેલખુઉ વિ એસ સોનમ- મહિલા મુક્ત શૈલી 62 કિલો
7. 6.30 AM: બાસ્કેટબોલ: સ્લોવેનિયા વિ જર્મની- પુરુષ ટૂર્નામેન્ટ - ક્વાર્ટર ફાઇનલ
8. 5.30 AM: વોલીબોલ: આરઓસી વિ કેનેડા- પુરુષ ટુર્નામેન્ટ - ક્વાર્ટર ફાઇનલ
9. 5.30 AM: બીચ વોલીબોલ: જર્મની વિ યુએસએ- મહિલા ટુર્નામેન્ટ - ક્વાર્ટર ફાઇનલ
10. ટીબીડી: ટેબલ ટેનિસ- જાપાન વિ સ્વીડન- પુરુષ ટૂર્નામેન્ટ- ક્વાર્ટર ફાઇનલ
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 1-0થી વિજયી બની હતી. સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. આપણે પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોચ્યા છીએ.