India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 5 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 66માં ક્રમે છે. અમેરિકા 31 ગોલ્ડ, 36 સિલ્વર અને 31 બ્રોન્ઝ એમ 98 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 36 ગોલ્ડ, 26 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળી કુલ 79 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 24 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ મળી કુલ 51 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
1. 3 AM: મહિલા વ્યક્તિગત રાઉન્ડ 4 ડી ડાગર (ભારત)2. 4.30 PM: એથલેટિક્સ પુરુષોની ભાલા ફેંક- ફાઈનલ એન ચોપડા(ભારત)3. 8 AM: બાસ્કેટબોલ પુરુષ ટૂર્નામેન્ટ ફાઈનલ ફ્રાંસ વિ યૂનાઈટેડ સ્ટેટ્સ 4. 2.30 AM: એથલેટિક્સ: મહિલા મેરેથોન ફાઈનલ5. 8 AM: બીચ વોલીબોલ : ગોલ્ડ મેડલ નોર્વે વિ આરઓસી6. 6 AM: વોટર પોલો : ચીન વિ કેનેડા- મહિલા ટૂર્નામેન્ટ - 7th and 8th સ્થાન7. 8 AM: કૈનો સ્પ્રિંટ : મહિલા C-2 500m: ફાઈનલ B8. TBD: પી પુનિયા (ભારત) વિ TBD પુરુષ ફ્રીસ્ટાઈલ 65kg બ્રોન્ઝ મેડલ મેચ 9. 6.30 AM: પુરુષ 10M પ્લેટફોર્મ: સેમી ફાઈનલ ;10. 6.14 AM: કૈનૌ સ્પ્રિંટ: મેન્સ C-1 1000m: સેમી ફાઈનલ 1
બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ છે. હવે પુનિયાને બ્રોન્ઝ માટે રમવું પડશે. 65 કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલ સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવ સામે પુનિયાનો 5-12થી પરાજય થયો હતો. અગાઉ બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે. હવે પુનિયાની જાપાનના ખેલાડી સાથે ફાઇનલમાં ટક્કર થશે. જાપાનના ટુકોટો ઓટોગુરુએ રશિયાના ખેલાડીને સેમિફાઇનલમાં હરાવ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમની હાર
ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.
આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.