Tokyo Olympics 2020 : ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ છે. હવે પુનિયાને બ્રોન્ઝ માટે રમવું પડશે. 65 કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલ સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવ સામે પુનિયાનો 5-12થી પરાજય થયો હતો. અગાઉ બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે. હવે પુનિયાની જાપાનના ખેલાડી સાથે ફાઇનલમાં ટક્કર થશે. જાપાનના ટુકોટો ઓટોગુરુએ રશિયાના ખેલાડીને સેમિફાઇનલમાં હરાવ્યો હતો. 

Continues below advertisement






આ પહેલા બજરંગ પૂનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. બજરંગ પૂનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી અને મેચ 3-3થી ટાઈ થઈ. પરંતુ બજરંગ પૂનિયાએ બે પોઈન્ટનો દાવ લગાવ્યો અને તેની સાથે જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે.



ભારતીય મહિલા હોકી ટીમની હાર



ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.


પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.


આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.


ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.