India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિક્માં ભારત માટે આજનો દિવસ ખાસ નહોતો. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડીઓ મનિકા બત્રા અને સુતીર્થા મુખર્જી મહિલા સિંગલ્સ રમતોમાં હારી બાહર  થઈ ગઈ. જો કે શરત કમલ ત્રીજા રાઉન્ડમાં   પહોંચ્યા છે અને હવે શરત પાસેથી જ મેડલની આશા છે.   ભારતીય રમતવીરોએ  અન્ય રમતોમાં પણ નિરાશ કર્યા છે.  હવે પાંચમા દિવસે દરેકને શરત કમલ અને મનુ ભાકર પાસેથી આશા રહેશે. આવો જાણીએ  ટોક્યો ઓલિમ્પિકમાં મંગળવારે  (27 જુલાઈ)ના ભારતીય સમયાનુસાર ભારતનું શેડ્યૂલ. 



શૂટિંગ:


10 મીટર એર પિસ્તલ મિશ્રિત ટીમ ક્વોલિફિકેશન ચરણ સુધી, ભારતીય સમય અનુસાર સવારે પાંચ વાગ્યે 30 મિનિટે (સૌરભ ચૌધરી અને મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્મા)



10 મીટર એર રાઈફલ  મિશ્રિત ટીમ ક્વોલિફિકેશન ચરણ સુધી, ભારતીય સમય અનુસાર સવારે 9:45 વાગ્યે  ( ઈલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવાર, અંજુમ મુદ્રિલ અને દીપક કુમાર)


 


ટેબલ ટેનિસ:



સવારે 8.30 વાગ્યે અચંતા શરથ કમલ વિ મા લોંગ (ચાઇના), મેન્સ સિંગલ્સનો ત્રીજો રાઉન્ડ



બોક્સીંગ:



લવલીના બોરગોહેન વિ એપેટ્ઝ નેદિન, મહિલા  વોલ્ટરવેઇટ રાઉન્ડ ઓફ 16, ભારતીય સમય અનુસાર 10 વાગ્યે 57 મિનિટથી 


બેડમિંટન:


સાત્વિક સાઇરાજ રેંકિરેડી અને ચિરાગ શેટ્ટી વિ બેન લેન અને સીન વેન્ડી (યુકે), મેન્સ ડબલ્સ ગ્રુપ એ મેચ સવારે 8:30૦ વાગ્યે 


હોકી


ભારત વિ સ્પેન, પુરુષ પૂલ એ મેચ, ભારતીય સમય અનુસાર સવારે  6.30 થી 


સેલિંગ
નેત્રા કુમાનન, મહિલા લેઝર રેડિયલ, ભારતીય સમય અનુસાર સવારે 8.30થી,  વિષ્ણુ સરવનન, પુરૂષ લેઝર, ભારતીય સમય અનુસાર સવારે 8:45 થી, કે.સી.ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષ સ્કિફ 49 ઇઆર, સવારે 11:20 વાગ્યાથી. 


 


ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે ?



ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 38માં ક્રમે છે. ચીન 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 17 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે અમેરિકા 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ 14  મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જાપાન 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ મળી કુલ 12  મેડલ સાથે ત્રીજા ક્રમે છે.