Tokyo Olympics: કોરોનાના કહેર વચ્ચે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. પહેલા જ દિવસે મીરાબાઇએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ચાર ચાંદ લગાવી દીધા હતા. જોકે તે પછી ભારતીય એથલેટ્સનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. રવિવારે મેડલ ટેલીમાં 25માં ક્રમે રહેલું ભારત આજે 34માં ક્રમે ધકેલાઈ ગયું છે.
હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને ખાસ અંદાજમાં અપીલ કરી છે. કોહલી હાલ ઈંગ્લેન્ડમાં છે અને આગામી ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યો છે. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ ખાસ સંદેશ શેર કર્યો છે.
કોહલીએ શું કહ્યું
પોતાના વીડિયો સંદેશમાં કોહલીએ કહ્યું, સમગ્ર દેશની આશાનો ભાર પોતાના ખભા પર ઉઠાવીને તેને જીતમાં બદલવાના હુનરની મીરાબાઈ ચાનૂને ખબર છે. ટોક્યો ઓલિમ્પિકમાં આપણા એથલીટને જુઓ.
દ્રવિડે પણ વધાર્યો ઉત્સાહ
શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે વીડિયો સંદેશમાં કહ્યું, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને સપોર્ટ કરવા માટે એકસાથે આગળ આવો અને તેમનો ઉત્સાહ વધારો. વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ બંનેના વીડિયો સંદેશ બીસીસીઆઈના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે.
ગિલે પણ આપ્યો સંદેશ
ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં સ્વદેશ પરત ફર્યો છે. તેણે પણ ખાસ સંદેશ આપ્યો છે.
જાપાનની મોમિજી નિશિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્ચો છે. 13 વર્ષ 330 દિવસની ઉંમરમાં મોમિજી નિશિયાએ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકમાં સૌથી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતનારી એથલીટ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ થયું છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખતમાં જ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ઘણા ઈતિહાસ રચાયા છે. આ રમતમાં જાપાની 13 વર્ષ 330 દિવસની મોમિજી નિશિયાએ પોતાના વતનમાં યોજાઈ રહેલા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.