કાલે સવારે 6 વાગ્યે પુરુષોની આર્ચરી ટીમ ઈવેન્ટમાં ઉતરશે. જેમાં ભારતના ત્રણ તીરંદાજ અતાનુ દાસ, તરુણદીપ પાય અને પ્રવીણ જાધવનો સમાવેશ થાય છે. આ ઈવેંટમાં મેડલ રાઉંડ સવારે 11.30 કલાકે શરૂ થશે. પરંતુ તે પહેલા ભારતીય તીરંદાજોને 2 મુકાબલા જીતવા પડશે.


શૂટિંગમાં હાલ પુરુષોની સ્કીટ ઈવેંટમાં ભારતનો અંગદ બાજવા 75 શોટ્સ બાદ 71 પોઈન્ટ લઈને 11મા ક્રમે છે. સ્કીટ ઈવેંટમાં ક્વોલીફાઈંગ રાઉંડમાં કુલ 125 ફાયરિંગ કરવાના હોય છે, 50 શોટ્સ બાદ અંગદ બાજવા ફાઈનલમાં સ્થાન બનાવશે કે નહીં તે નક્કી થશે. નિયમો મુજબ ક્વોલિફાઇંગ રાઉંડમાં ટોપ 6 શૂટર્સ ફાઈનલમાં ક્વોલિફાયર કરે છે. આ ઈવેંટમાં ભારતના મેરાજ અહમદ ખાન પણ ચે, પરંતુ તે 25માં સ્થાન પર છે.


બોક્સિંગમાં પુરુષોની મિડલ વેટ કેટેગરીમાં ભારતના આશીષ કુમાર રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં ઉતરશે. આ બાઉટ 9 વાગે શરૂ થશે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલાઓના સિંગલ્સ મુકાબલા પણ કાલે છે. મહિલાઓની સિંગલ્સમાં માનિકા બત્રા પહેલાથી જ ત્રીજા રાઉન્ડમાં સ્થાન બનાવી ચુકી છે.


મહિલા હોકીમાં જર્મની સામે ભારતીય ટીમ રમવા ઉતરશે. આ મેચ સાંજે 5.45 કલાકે શરૂ થશે. પ્રથમ મુકાબલામાં ભારતીય મહિલા ટીમ નેધરલેન્ડ સામે 5-1થી હારી ગઈ હતી. આ સિવાય અન્ય પણ મુકાબલા છે.


ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે ?


ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 25માં ક્રમે છે. ચીન 5 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મળી કુલ 10 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જાપાન 5 ગોલ્ડ, 1 સિલ્વર મળી કુલ 6 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ 9 મેડલ સાથે ત્રીજા ક્રમે છે.


ત્રીજો દિવસ નિરાશાજનક


ઓલિમ્પિક રમતોત્સવનો ત્રીજો દિવસ છે. ભારત માટે  દિવસ નિરાશાજનક રહ્યો છે. અમદાવાદની માના પટેલ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી છે. ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પૂલ-Aની પુરુષ હોકી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 7-1ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.