Tokyo Olympic 2020: આજે ઓલિમ્પિક રમતોત્સવનો ત્રીજો દિવસ છે. ભારત માટે દિવસ નિરાશાજનક રહ્યો છે. અમદાવાદની માના પટેલ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી છે. ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પૂલ-Aની પુરુષ હોકી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 7-1ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.
ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે ?
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 25માં ક્રમે છે. ચીન 5 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મળી કુલ 10 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જાપાન 5 ગોલ્ડ, 1 સિલ્વર મળી કુલ 6 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ 9 મેડલ સાથે ત્રીજા ક્રમે છે.
આજની રમતમાં બોક્સિંગમાં એમસી મેરીકોમ, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ પોત-પાતાની રમતમાં જીત મેળવી હતી. જો કે શૂટિંગમાં અને ટેનિસમાં નિરાશા મળી છે. બેડમિન્ટનમાં પીવી સિંધુએ ઈઝરાયલનની પ્રતિદ્વંદી સેનિયા પોલિકારપોવાને હરાવી હતી.
બોક્સિંગમાં એમસી મેરીકોમે રાઉન્ડ ઓફ 32ની સ્પર્ધામાં ડોમનિકન રિપબ્લિકની ગાર્સિયા હર્નાડેઝને 4-1થી હરાવી. ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ 20મી સીડ યૂક્રેનની ખેલાડીને હરાવી હતી. રોઈંગમાં પણ સારા સમાચાર આવી રહ્યા છે. પુરુષોની લાઈડ વેટ ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં અર્જુનલાલ અને અરવિંદ સિંહની જોડી રેપચેજ રેસ દ્વારા સેમીફાઈનલમાં ક્વાલિફાઈ થયા છે.
10મીટર એર રાઇફલ ઇવેન્ટમાં પણ ભારતના હાથ નિરાશા જ લાગી છે. ચાર સીરીઝ બાદ દીપક કુમાર 28માં સ્થાન પર છે. જ્યારે દિવ્યાંસ 31માં સ્થાન પર છે. ફાઇનલમાં સ્થાન બનાવવા માટે ટોપ 8માં રહેવું જરૂરી છે.
ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહી. 10 મીટર એર પિસ્તોલ ઇનેવન્ટમાં ભારતની સ્ટાર ખેલાડી મનુ ભાકરનો સફર ક્વોલિફાઇડિંગ રાઉન્ડમાં જ સમાપ્ત થઇ ગયો છે. ભારતની વધુ એક ખેલાડી યશસ્વની દેસવાલ પણ ફાઇનલમાં સ્થાન ન બનાવી શકી. મનુ ભાકરની શરૂઆત સારી હતી પરંતુ પિસ્તોમાં મુશ્કેલી સર્જાતા તેમણે તેમની લય ગુમાવી દીધી. તે ક્વોલિફાઇડિંગ રાઉન્ડમાં 12માં સ્થાન પર રહી. ઉલ્લેખનિય છે કે, ફાઇનલમાં માત્ર 8 ખેલાડીઓને જ સ્થાન મળે છે.
મેરીકોમની શાનદાર જીત
ટોકિયો ઓલિમ્પિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે. સ્ટાર બોક્સર મેરીકોમે શાનદાર પ્રદર્શન કર્યું, 38 વર્ષિય આ બોક્સરે તેનો પહેલો મેચ જીતી લીધો છે. રાઉન્ડ 32ના મુકાબલે તેમણે હર્નાડિઝ ગાર્સિયાને હરાવી, મેરીકોમે અંતિમ 16માં પ્રવેશ કરી લીધો છે.
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને ડબલ્સ મુકાબલામાં માત મળી
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને ડબલ્સ મુકાબલામાં માત મળી છે. આ સાથે ભારતની વૂમેન ડબલ્સમાં મેડલ જીતવાની શક્યતા ખતમ થઇ ગઇ છે. સાનિયા અને અંકિતાએ પહેલા રાઉન્ડના મુકાબલામાં હારી જતાં બહાર થઇ ગઇ છે. સાનિયા અને અંકિતાની જોડીએ પહેલો સેટ 6-0થી જીત્યો હતો. જો કે યુક્રેનની નાદિયા અન લ્યૂડમયલાની જોડીની શાનદાર વાપસી કરતા આગળના બને સેટ જીતી લીધા હતા અને ભારતીય જોડીનું સફર સમાપ્ત થઇ ગયો.