India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 13મો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  ત્રણ મેડલ આવ્યા છે. જેમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 65માં ક્રમે છે. અમેરિકા 25 ગોલ્ડ, 31 સિલ્વર અને 23 બ્રોન્ઝ એમ 79  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 32 ગોલ્ડ, 22 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 70 મેડલ સાથે બીજા ક્રમે છે.   જાપાન 21 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોન્ઝ એમ મળી કુલ 40 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.


ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકના 13મા દિવસે  ભારતીય બોક્સર લવલિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે. તુર્કીની Busenaz Sürmeneli સામે લવલિનાની 0-5થી હાર થઈ છે. 


બીજી તરફ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ પછી મહિલા હોકી ટીમનો પણ સેમી ફાઇનલમાં પરાજય થયો છે. આજે આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. જોકે, બંને હોકી ટીમને હજુ બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે. ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર દેખાવ કરીને પહેલો ગોલ ફટકારી દીધો હતો. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. 


તે સિવાય ભારત માટે દિવસનો બીજો બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતના કુસ્તીબાજ દીપક પુનિયાએ 86 કિલોગ્રામ કેટેગરીમાં અમેરિકાના ડી.એમ. ટેલર લી સામે પરાજય થતા ભારતે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે. સેમિફાઇનલ મેચમાં ટેલરે પહેલેથી જ આક્રમક રમત બતાવીને પુનિયાને હાવી થવા દીધો નહોતો. ભારતે ત્રણ મેડલ  મેળવી લીધા છે. જેમાં 2 બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે.


ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી  છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે. 


ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો ક્વોલિફાઈંગ રાઉંડમાં પણ નિરજ ચોપડા ટોપ પર રહ્યો છે. હવે સાત ઓગસ્ટે ભાલા ફેંકનો ફાઈનલ મુકાબલો હશે. આ મેચની સાથે જ ભારત માટે હવે ગૉલ્ડ મેડલની આશા બંધાઇ છે. નિરજ માટે ભાલા ફેંક ફાઇનલમાં ગૉલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચવાનો બેસ્ટ મોકો પણ છે.