Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. સતત કેસો વધતા લોકોમાં ચિંતા વધી છે. ગુરુવારે પણ અહીં રમતના સ્થળે કોરોનાના 24 નવા કેસો સામે આવ્યા છે. જેમાં ત્રણ એથ્લેટ પણ સામેલ છે. આ ઓલિમ્પિક રમતોમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસો છે. ઓલિમ્પિકના ઓયજકોએ આ વાતની જાણકારી આપી છે, આની સાથે જ ઓલિમ્પિકની શરૂઆતથી અત્યાર સુધી અહીં નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યા વધીને 193 થઇ ગઇ છે. એથ્લેટ્સ કોરોનાથી સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. 


આ પહેલા બુધવારે ઓલિમ્પિક સાથે જોડાયેલા કોરોનાના 16 નવા કેસો સામે આવ્યા હતા. જોકે, આમાં કોઇપણ કેસ રમત સ્થળ પરથી કે ઓલિમ્પિક રમી રહેલા ખેલાડીઓ કે અધિકારીઓનો ન હતા. કાલે મળેલા કોરોનાના 24 નવા કેસોમાંથી 15 આ રમતો સાથે જોડાયેલા કર્મચારીઓ અને કૉન્ટ્રાક્ટરના છે. જ્યારે ત્રણ એથ્લેટના રિપોર્ટ પણ પૉઝિટીવ આવ્યા છે. આયોજકો અનુસાર, સોમવાર સુધી જાપાનમાં લગભગ 38 હજાર 484 લોકો વિદેશથી આવી ચૂક્યા છે. 


પહેલીવાર એકદિવસમાં 3 હજારથી વધુ લોકો થયા કોરોનાથી સંક્રમિત---- 
આ પહેલા જાપાનમાં કાલે કોરોના કોરોના વાયરસના 3,177 નવા કેસો નોંધાયા હતા, જે અત્યાર સુધીના સંક્રમણના સૌથી વધુ કેસો છે. ઓલિમ્પિકની શરૂઆત બાદ આ પહેલીવાર છે જ્યારે અહીં આટલા બધા કોરોનાના દૈનિક કેસો આવ્યા હોય. આ આંકડો ત્રણ હજારને પાર થતાં ચિંતાનો વિષય બન્યો છે. 


મંગલવારે 2,848 નવા કેસોનો રેકોર્ડ બન્યો હતો. પરંતુ બુધવારે આનાથી પણ વધુ નવા કેસો સામે આવ્યા હતા. ગયા વર્ષની શરૂઆતમાં મહામારી ફેલાયા બાદ જાપાનની રાજધાની ટોક્યોમાં સંક્રમિતોનો આંકડો બે લાખ છ હજાર 745 સુધી પહોંચી ગયો હતો. 


ટોક્યોમાં ઓલિમ્પિકની શરૂઆત પહેલા 12 જુલાઇથી ઇમર્જન્સી લાગુ છે. લોકોના વિરોધ અને મહામારી ફેલાવવાની આશંકા સાથે જોડાયેલી ચિંતાઓની વચ્ચે ઓલિમ્પિક રમતો ગયા અઠવાડિયે શુક્રવારથી શરૂ થઇ છે. જોકે તમામ રમતો દર્શકો વિના જ આયોજિત થઇ રહી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ટોક્યોમાં સંક્રમણના કેસો વાયરસના ડેલ્ટા પ્રકારથી ફેલાઇ રહ્યાં છે જે ખુબ ઝડપથી ફેલાય છે. 


India Schedule, Tokyo Olympic 2020 Matches List: રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિકમાં 6 દિવસ પૂરા થયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 42માં ક્રમે છે. અમેરિકા  10 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ 30  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 12 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 26 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 21 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.